હવે અદાણી મિસાઈલ અને ડ્રોન પણ બનાવશેઃ તેલંગાણામાં જગ્યા માટે ત્યાંના CM સાથે કરી ચર્ચા

અદાણી પોર્ટ્સના CEO કરણ અદાણીએ થોડા દિવસ પહેલા તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. 

Share:

એશિયાના સૌથી અમિર વ્યક્તિ ગૌતમ અદાણી હવે આગામી સમયમાં મિસાઈલ અને ડ્રોન બનાવતા દેખાશે. રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીનું ગ્રુપ તેલંગાણામાં કાઉન્ટર ડ્રોન અને સાઈલ સિસ્ટમ બનાવી શકે છે. અદાણી પોર્ટ્સના CEO કરણ અદાણીએ થોડા દિવસ પહેલા તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. 

તેલંગાણાના CM સાથે બેઠકમાં ગૌતમ અદાણીના મોટા દિકરા કરણ અદાણી સાથે અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સીઈએ આશીષ રાજનવંશી પણ ઉપસ્થિત હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, આ બેઠકમાં મિસાઈલો અને ડ્રોનના નિર્માણ પર ચર્ચા થઈ છે. અદાણી ગ્રુપ તેલંગાણામાં પવન ઊર્જા પરિયોજનાઓને વેગ આપવા માંગે છે. 

આ બેઠકમાં તેલંગાણાના સીએમએ પણ ખાતરી આપી છે કે અદાણી ગ્રુપને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. ઉપરાંત નવા ઉદ્યોગોને સબસિડી પણ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે સરકાર રાજ્યમાં રોજગાર વધારવાનો પ્રયાસ કરી રહી છે. 

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્ર પર ભાર આપી રહી છે. આત્મનિર્ભર ભારત હેઠળ, સરકાર દેશમાં મિસાઇલો વગેરેનું ઉત્પાદન કરવા કંપનીઓને પ્રોત્સાહિત અને સમર્થન આપી રહી છે. આનું પરિણામ એ છે કે હવે ઘણા દેશો ભારત પાસેથી સંરક્ષણ ઉત્પાદનો ખરીદી રહ્યા છે.