Kerala: કોવિડના નવા વેરિએન્ટ JN1થી એક દર્દીનું મોત, ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ

કેરળમાં કોવિડના ડર સાથે સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગંડૂએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. સારવાર માટે કોઈ ખામી ન રહી જાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. જો કે, પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો અને દર્દીના મોત બાદ ચિંતા વધી છે.

Share:

નવી દિલ્હીઃ કોરોના વાયરસ અને તેના સંક્રમણને લઈ ફરી દેશમાં ચિંતા વધી છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા હતા કે કોરોનાના નવા વેરિએન્ટ જેએન1ની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો. જો કે, કેરળમાં આ વાયરસના કારણે પહેલાં દર્દીનું મોત નીપજ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એ વાતની જાણકારી આપી હતી કે કોરોનાના સબ વેરિએન્ટ જેએન1નો પહેલો કેસ કેરળમાંથી સામે આવ્યો હતો. તો કોરોનાથી પીડિત એક દર્દીનુ મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેરળના કન્નૂરમાં 80 વર્ષીય મહિલાનું વાયરસથી મોત નીપજ્યું છે. 

અહીં થયુ મોત 
કેરળના કન્નુરમાં કોરોનાના કારણે એક 80 વર્ષીય મહિલાનું મોત થયુ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. મૃતક અબ્દુલ્લાને શ્વાસ લેવામાં તકલીફ અને સખત ખાંસી થઈ ગઈ હતી. બીજી તરફ, એક 79 વર્ષીય મહિલામાં પણ આ સબ વેરિએન્ટ જોવા મળતા પાડોશી રાજ્યોમાં પણ અલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ખાસ નજર 
આ બંને ઘટના સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ અગમચેતીના ભાગ રુપે પગલાં લેવાનું શરુ કરી દીધું છે. રાજ્યની તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય રાજ્ય સ્વાસ્થ્ય અધિકારીઓના સંપર્કમાં છે. આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. 

તામિલનાડુનો વ્યક્તિ સિંગાપોરમાં પોઝિટિવ 
આ પહેલાં સિંગાપોરમાં એક ભારતીય વ્યક્તિને જેએન1 થયો હોવાનું સામે આવ્યું હતું. આ શખસ તામિલનાડુના તિરુચિરાપલીનો રહેવાસી છે. તે 25 ઓક્ટોબરના રોજ સિંગાપોરની યાત્રા કરી હતી. સૂત્રોનું માનીએ તો ભારતમાં હાલ આ વાયરસના કારણે કોઈ બીમાર પડ્યું હોય એવા બીજા કેસ સામે આવ્યા નથી. મત્વનનું છે કે, જેએન1 પિરોલા વેરિએન્ટનો જ વંશજ છે.