Sheema Haider બાદ વધુ એક પાકિસ્તાની મહિલા ભારત આવી, મંગેતર સાથે કરશે લગ્ન

Pakistani Javeria khanum: સીમા હૈદર બાદ હવે વધુ એક પાકિસ્તાની મહિલા ભારતમાં આવી પહોંચી છે. તે કોલકત્તામાં રહેતા તેના ફિયાન્સ સાથે લગ્ન કરશે. અટારી વાઘા બોર્ડર ક્રોસ કરીને તે ભારત આવી પહોંચી છે.

Share:

હાઈલાઇટ્સ

  • પાકિસ્તાની મહિલા ભારતમાં લગ્ન કરવા માટે આવી છે
  • કોલકત્તામાં રહેતા મંગેતર સાથે તે લગ્ન કરવા આવી પહોંચી છે
  • 2018માં પહેલીવાર તેઓ વચ્ચે દોસ્તી થઈ, પછી પ્રેમ થઈ ગયો

દિલ્હીઃ થોડા સમય પહેલાં સીમા હૈદર નામની એક પાકિસ્તાની મહિલા તેના ચાર બાળકો સાથે ભારતમાં ઘુસી હતી. નોઈડામાં રહેતા પોતાના પ્રેમી સચિન મીણાને પામવા માટે તે ચાર દેશોની સરહદ પાર કરીને ભારત પહોંચી હતી. ત્યારે આવો જ પ્રેમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હવે પાકિસ્તાનમાંથી વધુ એક મહિલા ભારત આવી છે. તે અહીં કોલકત્તામાં પોતાના મંગેતર સાથે લગ્ન કરશે. આ મહિલાનું નામ જાવેરીયા ખાનમ છે. તેણે અટારી વાઘા બોર્ડર પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. આમ તો આ મહિલા મૂળ કરાચીની વતની છે. મહિલાનો દાવો છે કે, તે તેના પરિવારના લોકોની મંજૂરીથી અહીં લગ્ન કરવા માટે આવી છે. બંનેની મુલાકાત કોવિડ મહામારી પહેલાં થઈ હતી. વાતચીતનો સિલસિલો ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગયો. 

5 વર્ષની રાહ પછી મળ્યા વિઝા 
જાવેરિયા ખાનમે જણાવ્યું કે, હવે તે તેના મોસ્ટ અવેઈટેડ પ્રેમ સમીર ખાન સાથે લગ્ન કરાવા જ્યારે તે ભારત આવવા માટે નીકળી ત્યારે તેના પરિવારે તેને વિદાય આપી હતી. કોરોનાકાળ દરમિયાન કેટલાંક પ્રતિબંધો હતા. એટલા માટે તે ભારત આવી શકી નહીં. આખરે પાંચ વર્ષની લાંબી રાહ જોયા બાદ વિઝા મળી ગયા. વિઝા મળતા જ તે સમીર સાથે લગ્ન કરવા માટે ભારત પહોંચી હતી. 

45 દિવસના મળ્યા વિઝા
જાવેરિયાએ જણાવ્યું કે, મારા વિઝા બે વાર રદ્દ થયા હતા. હવે જ્યારે મને વિઝા મળ્યા છે ત્યારે મને માત્ર 45 દિવસના જ મળ્યા છે. આ કપલ જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં લગ્નની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાનથી આવેલી મહિલાએ ખુશીથી કહ્યું કે, આખરે પાંચ વર્ષ પછી મારી ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે. મહિલાએ કહ્યું કે, તે સમીર સાથે લગ્ન કરવા ખૂબ જ ઈચ્છુક છે. 

2018માં થઈ હતી દોસ્તી 
જાવેરિયાએ ખુલાસો કર્યો કે, સમીર સાથે તેની દોસ્તી 2018માં થઈ હતી. જોતજોતામાં આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એની ખબર જ ન પડી. જો કે, સમીર ખાન તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. 

અંજુ અને સીમા હૈદર જેવો કેસ 
થોડા સમય પહેલાં પાકિસ્તાનની મહિલા સીમા હૈદર તેના ચાર બાળકોને લઈને નોઈડામાં રહેતા પ્રેમી સચિનને પામવા માટે ચાર દેશોની સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી હતી. એ પછી રાજસ્થાનમાં રહેતી અંજુ પાકિસ્તાનમાં રહેતા પોતાના પ્રેમીને મળવા માટે પહોંચી હતી. જો કે, તાજેતરમાં અંજુ પાકિસ્તાનથી ભારત આવી ગઈ છે. અંજુ ટૂરિસ્ટ વિઝા લઈને પાકિસ્તાન ગઈ હતી. જ્યારે સીમા હૈદર હજુ પણ તેના પ્રેમી કહો કે હવે પતિ એની સાથે જ રહી રહી છે.