Balakot strike બાદ ભારત પર હુમલો કરવાનું હતું પાકિસ્તાનઃ સેટ કરી હતી 12 મિસાઈલો

પાકિસ્તાનને પાકિસ્તાની ઠેકાણાઓ પર ભારતની મિસાઈલ તૈનાતી વિશે ગુપ્તચર અહેવાલો મળ્યા હતા. આ પછી, પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછી 12 ભારતીય જગ્યાઓને નિશાન બનાવીને મિસાઇલો તૈનાત કરી દિધી હતી

Share:

હાઈલાઇટ્સ

  • પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછી 12 ભારતીય જગ્યાઓને નિશાન બનાવીને મિસાઇલો તૈનાત કરી દિધી હતી

2019માં બાલાકોટ હુમલા બાદ પાકિસ્તાને પણ ભારત વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી હતી. કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનને પાકિસ્તાની ઠેકાણાઓ પર ભારતની મિસાઈલ તૈનાતી વિશે ગુપ્તચર અહેવાલો મળ્યા હતા. આ પછી, પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછી 12 ભારતીય જગ્યાઓને નિશાન બનાવીને મિસાઇલો તૈનાત કરી દિધી હતી. પાકિસ્તાની સેનાએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

પાકિસ્તાનમાં ભૂતપૂર્વ ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક "એન્ગર મેનેજમેન્ટઃ ધ ટ્રબલ્ડ ડિપ્લોમેટિક રિલેશનશિપ બીટવીન ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન" માં પુલવામા હુમલા અંગેના અહેવાલોના જવાબમાં પાકિસ્તાની વિદેશ કાર્યાલયના એક સ્ત્રોત દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. પુસ્તકમાં આપેલાં તથ્યોનો જવાબ આપતાં સૂત્રએ દાવો કર્યો હતો કે, "ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના ટેલિફોન કૉલનો હેતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના પગલાંના પરિણામો વિશે ચેતવણી આપવાનો હતો.

હકીકતમાં, 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલાને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આ પછી, 26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. જેના જવાબમાં પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ પોતાના ફાઈટર પ્લેન વડે કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતનો જડબાતોડ જવાબ જોઈને તેઓ ભાગી ગયા હતા. આ સમય દરમિયાન, ડોગફાઇટ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું મિગ-21 વિમાન પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું. અભિનંદનને તાત્કાલિક મુક્ત કરવાની ધમકી આપતાં ભારતે પાકિસ્તાન સામે મિસાઈલ હુમલાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.