World Cup Final 2023: કોહલીને મળવા સુરક્ષાનો ભંગ કરનાર પેલેસ્ટાઈન સમર્થકને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

ગાંધીનગર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Courtesy: Image: Twitter

Share:

 

World Cup Final 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ (World Cup Final 2023) મેચ રમાઈ હતી. મેચ શરૂ થયાના ગણતરીના કલાકની અંદર જ ઓસ્ટ્રેલિયાનો એક નાગરિક તમામ સુરક્ષા તોડીને સ્ટેડિયમની અંદર વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. 

 

સુરક્ષાકર્મીઓએ તેને ગ્રાઉન્ડ બહાર કર્યો અને ઓસ્ટ્રેલિયાના નાગરિક વેન જોનસન પર કાયદેસરની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી અને તેને સોમવારે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

 

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ (World Cup Final 2023) મેચ ચાલુ હતી તે દરમિયાન જ ગેરકાયદેસર પ્રવેશ કરવો અને સુરક્ષા કર્મચારીઓને ધક્કો મારીને પ્રવેશ કરવા બદલ વેન જોનસન વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

 

તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા યુવકની હરકત અંગે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. 

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર કોર્ટમાં આરોપીને રજૂ કરીને દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ ગાંધીનગર કોર્ટ દ્વારા ફક્ત 21 નવેમ્બર 2023ના સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. 

 

કોર્ટ દ્વારા પોલીસને પૂછવામાં આવ્યું હતું કે આરોપી અંગે તેના માતાપિતા કે સગાસંબંધીને જાણ કરવામાં આવી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી પરિવાર સાથે રહેતો નથી અને તે 8 વર્ષથી એકલો રહે છે.

 

ગાંધીનગર કોર્ટમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે સરકારી વકીલ આર એસ રાઠોડ દ્વારા આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે આરોપી જે ટીશર્ટ પર પેલેસ્ટાઈનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે શા કારણે કરવામાં આવ્યો, આરોપી પેલેસ્ટાઈન અથવા તો હમાસ સાથે જોડાયેલો છે કે નહીં ? વર્લ્ડ કપ 2023ની ફાઈનલ (World Cup Final 2023) મેચ માટે સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો તે બદલ કોઈ ફન્ડિંગ થયુ છે કે નહીં ? તે બાબતની તપાસ માટે 10 દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી.

World Cup Final 2023માં વેન જોનશન સિક્યોરિટી તોડીને મેદાનમાં ઘૂસ્યો 

ગાંધીનગર કોર્ટ દ્વારા વેન જોનશનના 24 કલાકના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે હવે ફરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે સાંજે 5 કલાક બાદ ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ (World Cup Final 2023) મેચમાં ટોચ જીતીને ઓસ્ટ્રેલયાએ બોલિંગ કરવાનું પસંદ કર્યું. ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી. 

 

મેચની 14મી ઓવર ચાલી રહી હતી. ઓવરના ત્રીજા બોલ પછી અચાનક વેન જોનશને સિક્યોરિટી કોર્ડન તોડીને મેદાનમાં દોડી આવ્યો અને વિરાટ કોહલી પાસે પહોંચ્યો. સુરક્ષાકર્મીઓએ તરત જ પોલીસકર્મી સહિત તેને પકડી લીધો હતો.