Parliament Security Breach: છાતી ફુલાવીને ઉભા રહ્યા રાહુલ ગાંધી, તસવીર વાયરલ

લોકસભામાં ઘુસણખોરો દ્વારા ગેસ કેનિસ્ટર છોડવાની ઘટના બાદ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી કોઈ પણ ડર વગર ઉભા છે તેવું જોઈ શકાય છે. આ અંગે તમે શું કહેશો?

Share:

હાઈલાઇટ્સ

  • કોંગ્રેસે રાહુલ ગાંધીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી
  • કહ્યું- ડરશો નહીં તેવું માત્ર કહેતા જ નથી, કરીને પણ બતાવ્યું

બુધવારે સંસદની સુરક્ષામાં ભંગની મોટી ઘટના સામે આવી હતી. 13 ડિસેમ્બરના રોજ બપોરે બે યુવકો ઓડિયન્સ ગેલેરીમાંથી સીધા જ સાંસદમાં ઘૂસી ગયા હતા. આ ઘટના બાદ રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તાએ આ ફોટો ટ્વીટ કરીને લખ્યું કે 'ડરશો નહીં તેવું માત્ર કહેતા જ નથી પરંતુ કરીને પણ બતાવીએ છીએ.'

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સાંસદ રાહુલ ગાંધીનો ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ લોકસભામાં ઉભા છે. જ્યારે બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી ગેસ કેનિસ્ટર લઈને લોકસભાની ચેમ્બરમાં કૂદી રહ્યા છે. સુપ્રિયા શ્રીનેતે ટ્વિટર પર તસવીર શેર કરી અને લખ્યું, ડરશો નહીં. માત્ર શબ્દો દ્વારા નહીં, પરંતુ કરીને પણ બતાવ્યું છે. તેમણે તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે સંસદમાં હંગામો થયો ત્યારે જન નેતા છાતી ફુલાવીને ઉભા હતા

તમને જણાવી દઈએ કે બુધવારે લોકસભામાં ત્યારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો જ્યારે બે યુવકોએ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદીને સાંસદોમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ ડબ્બામાંથી પીળો ગેસ છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા. બંને લોકોની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. સાગર માટે વિઝિટર પાસ ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના નામે જારી કરવામાં આવ્યો હતો.

બીજી ઘટનામાં બે વિરોધીઓ નીલમ (42) અને અમોલ (25)એ સમાન ગેસના ડબ્બાઓ સાથે સંસદની બહાર વિરોધ કર્યો. બાદમાં ચારેયને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચારેય શકમંદો અને એક અજાણ્યો પાંચમો વ્યક્તિ રાષ્ટ્રીય રાજધાનીની બહારથી આવ્યા હતા અને ગુરુગ્રામમાં એક વ્યક્તિના ઘરે રોકાયા હતા. તેમણે કહ્યું કે બંનેને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.