Parliament winter session: લોકસભા વિપક્ષના વધુ 50 સાંસદો સસ્પેન્ડ, બંને ગૃહોમાંથી કુલ 142

સંસંદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈને વિપક્ષનો વિરોધ બંને સંસંદમાં હજુ પણ યથાવત છે. ત્યારે આજે પણ લોકસભાના વધુ 50 સાંસંદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે એક રેકોર્ડ બ્રેક આંકડો છે.

Share:

હાઈલાઇટ્સ

  • લોકસભામાં આજે પણ 50 સાંસદો સસ્પેન્ડ થયા, 142એ પહોંચ્યો આંકડો
  • સંસંદમાં થયેલી સુરક્ષા ચૂક પર વિપક્ષ કરી રહ્યો છે બંને સંસંદમાં વિરોધ
  • અમિત શાહ સંસંદમાં સંબોધન કરે એવી માગ સાથે કરી રહ્યાં છે વિરોધ

નવી દિલ્હીઃ લોકસભા વિપક્ષના વધુ 50 સાંસદો આજે ફરી સસ્પેન્ડ થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસંદની કાર્યવાહીમાં બાધા ઉભી કરવા બદલ વધુ 50 સાંસંદોને સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી બાદ આ સત્રમાં સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોની સંખ્યા 142 થઈ ગઈ છે. જે અત્યાર સુધીની સૌથી વધુ છે. એટલે કે રેકોર્ડ બ્રેક કહી શકાય. નેશનલ કોંગ્રેસના નેતા ફારુક અબ્દુલ્લા, કોંગ્રેસ નેતા શશિ થરુર, કાર્તિ ચિદંબરમ, એનસીપીના નેતા સુપ્રીયો સુલે, સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ આ સાંસદોમાં સામેલ છે. જેઓને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સંસંદની કાર્યવાહીમાં મુશ્કેલી ઉભી કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. 

બંને સંસંદોમાં વિરોધ 
છેલ્લાં અઠવાડિયે સંસંદમાં મોટા પાયે સુરક્ષામાં ચૂક આવી હતી. જેનો વિપક્ષી પક્ષો સતત બંને સંસંદોમા વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેઓ માગણી કરી રહ્યાં છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ સુરક્ષામાં આવેલી ચૂક વિશે સંસંદને સંબોધિત કરે. ત્યારે લોકસભા અધ્યક્ષનું કહેવું છે કે, સંસંદમાં સુરક્ષા સંબંધિત કોઈ પણ ઘટના સચિવાલયના ક્ષેત્ર હેઠળ આવે છે તો તેઓ કેન્દ્રને હસ્તક્ષેપ કરવા દેશે નહીં. આની મંજૂરી પણ નથી. 

પીએમ મોદીએ શું કહ્યું હતું?
પીએમ મોદીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુરક્ષાનું ઉલ્લંઘન એક ગંભીર મામલો છે. એની તપાસ થવી જોઈએ. જો કે, પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, સંસંદમાં થયેલી સુરક્ષા મુદ્દે ચર્ચા કરવાની જરુર નથી. 

આજે 50 સાંસંદો સસ્પેન્ડ 
સસ્પેન્ડનો સિલસિલો ગયા અઠવાડિયેથી ચાલુ છે. સંસંદમાં આવેલી સુરક્ષા ચૂક બાદ વિપક્ષ દ્વારા અમિત શાહના સંબોધનની સંસદમાં માગી થઈ હતી. જે બાદ લોકસભાના 13 અને રાજ્યસભાના એક સાંસંદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. વિપક્ષે વિરોધ કરતા 79 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ 50 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ આંકડો 142એ પહોંચ્યો છે.