Heart Attack: હોટલમાં જમવા ગયેલા વ્યક્તિને આવ્યો હાર્ટ અટેક, બેઠાં બેઠાં જ નીકળી ગયો જીવ

Heart Attack Viral Video: એક વ્યક્તિ હોટલમાં જમવા માટે ગયો હતો. આ સમયે તે ટેબલ અને ખુરશી પર બેઠો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ આવતા પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • એક વ્યક્તિ પરિવાર સાથે હોટલમાં જમવા ગયો હતો
  • ખુરશી પર બેઠાં બેઠાં જ હાર્ટ અટેક આવતા મોત
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ભોપાલઃ છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટ અટેકના કારણે મૃત્યુ થવાના કિસ્સાઓ વધ્યાં છે. કોઈને ડાન્સ કરતા તો કોઈને પગથિયા ચઢતા તો કોઈ ઉંઘમાં તો કોઈ બેઠાં બેઠા ખતમ થઈ ગયા. ત્યારે આવો જ એક ચોંકાવનારો વીડિયો મધ્ય પ્રદેશના ભોપાલમાંથી સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે તેમ એક પરિવાર જમવા માટે પહોંચ્યો હતો. જ્યાં એક વ્યક્તિને હાર્ટ અટેક આવ્યો હતો. 

હાર્ટ અટેકની વીડિયો થયો વાયરલ


વાયરલ થયેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ તેના પરિવાર સાથે હોટલમાં જમવા માટે પહોંચે છે. તે ટેબલ પાસે જઈ ખુરશી પર બેસે છે. વેઈટરે તેમને જમવાનું લાવીને પીરસ્યું. થોડી વાર પછી આ વ્યક્તિને કંઈ થતુ હોય એવું લાગે છે. જોતજોતામાં તેણે ટેબલ પર પડેલી ડીશ પર જ પોતાનું મોઢુ ઢાળી દીધું. જો કે, કોઈને સમજાયું નહીં કે આ હાર્ટ અટેક છે. 

લોકો સમજી ન શક્યા
પરિવાર પણ આ વ્યક્તિને ઉઠાડવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા. પણ તે ન ઉઠતા તેઓ પણ ગભરાઈ ગયા હતા. થોડીવાર માટે હોટલમાં પણ અફરા તફરી સર્જાઈ હતી. જ્યારે આ વ્યક્તિને ઉઠાડવાનો પ્રયાસ કર્યો તો તે નીચે ઢળી પડ્યા. એટલે લોકો સમજી ગયા કે મામલો ગંભીર છે. એ પછી હોટલના કર્મચારીઓ પણ પહોંચ્યા અને સીપીઆર પણ આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ જીવ બચાવી શક્યા નહીં.