નવા વર્ષે અમદાવાદમાં મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો ગુજરાતના અન્ય શહેરોના લેટેસ્ટ રેટ

કાચા તેલની કિંમતોમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ગુજરાતના કેટલાક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદ પેટ્રોલ 96.49 રૂપિયા અને ડીઝલ 92.23 રૂપિયા પ્રતિ લીટર
  • વડોદરા, સુરત અને રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વઘ-ઘટ થયો છે

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે લગભગ 6 વાગ્યે, WTI ક્રૂડ લગભગ ફ્લેટ રહ્યું હતું અને પ્રતિ બેરલ $ 71.65 પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 77.04 પર પહોંચી ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જે અનુસાર નવા વર્ષે અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

શહેર પેટ્રોલ ડીઝલ વધ-ઘટ
અમદાવાદ 96.49 92.23 27 પૈસા વધ્યા
વડોદરા 96.21 91.96 5 પૈસા વધ્યા
સુરત 96.25 92.01 62 પૈસા ઘટ્યા
રાજકોટ 96.19 91.95 3 પૈસા ઘટ્યા
મહેસાણા 96.76 92.52 15 પૈસા વધ્યા
અમરેલી 97.95 93.72 1.04 રૂપિયો વધ્યો
ભાવનગર 98.48 94.24 42 પૈસા વધ્યા
ભરૂચ 97.12 92.87 55 પૈસા વધ્યા
કચ્છ 96.69 92.43 38 પૈસા વધ્યા
વલસાડ 97.46 93.22 14 પૈસા ઘટ્યા

4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ થાય છે જાહેર
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.

આ રીતે તમે લેટેસ્ટ ભાવ જાણી શકો છો
તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP અને તેમનો સિટી કોડ લખીને માહિતી મેળવી શકે છે અને BPCL ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ લખીને 9223112222 નંબર પર SMS મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPrice અને તેમનો સિટી કોડ ટાઈપ કરીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.