વર્ષાંત પહેલાં પેટ્રોલ – ડિઝલમાં ભાવ ઘટાડો! કેન્દ્ર સરકારની નવા વર્ષની ભેટ કે લોકસભાની ચૂંટણીની તૈયારી

આગામી ચૂંટણીમાં ત્રણ થી ચાર મોટા રાજ્યોમાં જબરદસ્ત વિજય મેળવવા માટે કેન્દ્રની ભાજપ સરકારનું આ એક મોટુ પગલુ હશે અને તેમ કરવાથી વિપક્ષ જે સરકારના ગળા પર ભાવ વધારાના લઈને જે ગાળીયો કસવા માંગે છે તે પણ શક્ય નહીં બને.

Courtesy: 91mobiles.com

Share:

હાઈલાઇટ્સ

  • પેટ્રોલ – ડિઝલના ભાવોમાં ઘટાડાનું એક કારણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રુડ ઓઈલના ભાવોમાં થયેલો ઘટાડો પણ કહેવામાં આવે છે.
  • એકાદ બે દિવસમાં ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ

આગામી વર્ષ 2024ના મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાના કારણે ભારતીયોને કેન્દ્ર સરકાર પાસેથી નવી નવી સોગાતો મળશે અને નવા વર્ષના બોનાન્ઝાના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવા માટે પ્લાન ઘડી રહી છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભાવ ઘટાડો આશરે રૂ 8 જેટલો હોઈ શકે છે અને 31 ડિસેમ્બર પહેલાં આ ભાવ ઘટાડો અમલમાં આવી જાય તેમ લાગે છે.

પેટ્રોલીયમ મંત્રાલયે એક દરખાસ્ત તૈયાર કરી છે જેમાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં રૂ 8 થી રૂ. 10 સુધીનો ઘટાડો કરવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે અને ફાઈલ વડા પ્રધાન પાસે છે અને આ અંગે એકાદ બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

પેટ્રોલ – ડિઝલના ભાવોમાં ઘટાડાનું એક કારણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રુડ ઓઈલના ભાવોમાં થયેલો ઘટાડો પણ કહેવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2023-24ના નાણાકિય વર્ષમાં ક્રૂડ ઓઈલના ભાવો પર બેરલ 77.14 ડોલર રહ્યો હતો. સપ્ટેમ્બરમાં 93.54 ડોલર અને ઓક્ટોબરમાં 90.08 ડોલર જેટલો રહ્યો હતો. વર્ષ 2022-23માં બેરલનો સરેરાશ ભાવ 93.15 ડોલર રહ્યો હતો.

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં ત્રણ થી ચાર મોટા રાજ્યોમાં જબરદસ્ત વિજય મેળવવા માટે કેન્દ્રની ભાજપ સરકારનું આ એક મોટુ પગલુ હશે અને તેમ કરવાથી વિપક્ષ જે સરકારના ગળા પર ભાવ વધારાના લઈને જે ગાળીયો કસવા માંગે છે તે પણ શક્ય નહીં બને.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મે 2022માં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલમાં ભાવો પર એક્સાઈ ડ્યૂટી ઘટાડી હતી જે અનુક્રમે રૂ 8 અને રૂ 6 હતી અને તેના કારણે બંનેના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો.