એક મહિનામાં કેટલુ કમાઈ લો છો? ના કહે શો બસ હું IT વાળાને નહીં મોકલુંઃ video વાયરલ

યુવાને કહ્યું કે, ના સર આ તો આપને મળ્યાની ખુશી મારા ચહેરા પર છલકી રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • હકીકતમાં વડાપ્રધાન મોદીએ એક યુવાનને તેની આવક કેટલી છે તે મામલે પ્રશ્ન કર્યો હતો.
  • વડાપ્રધાને આ યુવાનને કહ્યું કે, આપના ચહેરાની ખુશી કહી દે છે કે, તમે ઈનકમ ટેક્સ ભરવો પડે તેટલું કમાતા હશો. ત્યારે યુવાને કહ્યું કે, ના સર આ તો આપને મળ્યાની ખુશી મારા ચહેરા પર છલકી રહી છે.

બે દિવસથી વારાણસી પ્રવાસે પહોંચેલા, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયા અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં યુવાનો સાથે મુલાકાત કરી હતી. આ એ યુવાનો હતા કે જેમને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે. તો આ સિવાય વડાપ્રધાને સ્કુલના બાળકો સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન કેટલાય રસપ્રદ નજારા જોવા મળ્યા અને આનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં વડાપ્રધાન મોદીએ એક યુવાનને તેની આવક કેટલી છે તે મામલે પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં યુવાને કહ્યું કે, બસ પરિવારનું ભરણપોષણ થઈ જાય એટલી આવક થાય છે. બાદમાં વડાપ્રધાને આ યુવાનને રમૂજી અંદાજમાં કહ્યું કે ભાઈ, કેટલા પૈસા કમાઓ છો એ જણાવી દો, મોદી તમારા ઘરે ઈનકમ ટેક્સ વાળાને નહીં મોકલે.

વડાપ્રધાને મજાકીયા અંદાજમાં યુવાનને કહ્યું કે, ભાઈ તમને એમ હોય કે, ઈનકમ ટેક્સ વાળા ઘરે આવશે તો? અરે, ચિંતા ન કરશો એવું નહીં થાય. બાદમાં વડાપ્રધાને આ યુવાનને કહ્યું કે, આપના ચહેરાની ખુશી કહી દે છે કે, તમે ઈનકમ ટેક્સ ભરવો પડે તેટલું કમાતા હશો. ત્યારે યુવાને કહ્યું કે, ના સર આ તો આપને મળ્યાની ખુશી મારા ચહેરા પર છલકી રહી છે.

પ્રસ્તુત વિડીયોમાં વડાપ્રધાન મોદી જે યુવાન સાથે ચર્ચા કરી રહ્યા છે, તે યુવાન કેન્દ્ર સરકારની યોજનાનો લાભાર્થી છે. તે CSC સેન્ટર ચલાવે છે અને સાથે જ સ્ટેશનરીની દુકાન પણ એડ કરવા માંગે છે. વડાપ્રધાને આ યુવાનને પૂછ્યું કે, સેન્ટર પર કેટલા લોકો આવે છે ત્યારે યુવાને કહ્યું કે, દિવસ 10-12 લોકો આવે છે.

Tags :