PM Modi Ayodhya Visit live: PM મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું કર્યુ ઉદ્ઘાટન, ભારતને મળી વધુ નવી સુપર ફાસ્ટ ટ્રેન

PM Modi in Ayodhya: પીએમ મોદી હાલ અયોધ્યામાં છે. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા પહોંચ્યા બાદ સીએમે યોગીએ પણ તેમનું સ્વાગત કર્યુ હતુ.

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીએ વંદે ભારત-અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી
  • અયોધ્યા રેલવે સ્ટેશન અને એરપોર્ટનું કર્યુ લોકાર્પણ
  • પીએમ મોદીની ભવ્ય રેલીમાં હજારો સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

અયોધ્યાઃ પીએમ મોદી અયોધ્યાની મુલાકાતે છે. ત્યારે પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ અહીં ભવ્ય રેલી યોજી હતી. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પીએમ મોદીએ આજે 15000 હજાર કરોડ રુપિયાથી વધુ કિંમતની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યુ. રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યુ અને પછી એરપોર્ટનું પણ અનાવર કર્યુ હતુ. પીએમ મોદીએ અહીં રેલવે તંત્ર માટેની મહત્વની અમૃત ભારત અને વંદે ભારતને ફ્લેગ ઓફ કર્યુ હતુ.  

ભવ્ય રોડ શો 
PM મોદી આજે અયોધ્યામાં છે. ત્યારે પીએમ મોદીનો અહીં ભવ્ય રોડ શો યોજ્યો હતો. અયોધ્યા પહોંચેલા પીએમ મોદીના સ્વાગત માટે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના હસ્તે 15000 કરોડથી વધુ કિંમતની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સિવાય પીએમ મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન, છ વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનનું ઉદ્ઘાટન સહિત અનેક ભેટ યુપીવાસીઓને મળશે. બપોરે લગભગ સવા બાર વાગે તેઓ નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે, પીએમ મોદીની રેલીમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. લોકોએ જય શ્રીરામના નારા સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.