PM Modi તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરનારા પ્રથમ વડાપ્રધાન બન્યા

પીએમ મોદીએ 45 મિનિટ સુધી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી

Courtesy: Twitter

Share:

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ 25 નવેમ્બર, શનિવારના રોજ બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. પીએમ મોદી બેંગલુરુના યેલાહંકા એરબેઝ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર તેઓ તેજસ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા આવ્યા હતા.

વડાપ્રધાન મોદી (PM Modi)એ બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર ફ્લાઈટની તસવીરો શેર કરી છે. જેમાં તેમણે લખ્યુ છે કે, "આજે તેજસમાં ઉડાન ભરીને હું ખૂબ જ ગર્વ સાથે કહી શકું છું કે આપણી મહેનત અને સમર્પણને કારણે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં દુનિયામાં કોઈથી ઓછા નથી. ભારતીય વાયુસેના, ડીઆરડીઓ અને એચએએલ તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન."

દેશની સ્વદેશી ક્ષમતા પરનો મારો વિશ્વાસ વધ્યો: PM Modi

તેજસ ફાઈટર પ્લેનમાં બેઠા પછી વડાપ્રધાન મોદી (PM Modi)એ બીજી પોસ્ટમાં લખ્યુ છે કે, " તેજસમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. આ એક ગજબનો અનુભવ હતો. આ ઉડાનથી દેશની સ્વદેશી ક્ષમતા પરનો મારો વિશ્વાસ વધ્યો છે. આ સાથે જ મને આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે એક નવો ગર્વ અને આશાનો અનુભવ થયો."

તેજસ વિમાનમાં વડાપ્રધાન મોદી (PM Modi)ની સફર 45 મિનિટ સુધી ચાલી હતી એટલે કે વડાપ્રધાન મોદીએ 45 મિનિટ સુધી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી અને આ દરમિયાન આકાશમાં ઉડતી વખતે તેમણે પોતે જ કેટલાક સમય માટે તમામ નિયંત્રણો ઓપરેટ કર્યા હતા. 

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર ભાર આપી રહ્યા છે અને તેમની સરકારે ભારતમાં તેમના ઉત્પાદન અને તેમની નિકાસને કેવી રીતે પ્રોત્સાહન આપ્યું છે તે પ્રકાશિત કર્યું છે.

ઘણા દેશોએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે અને યુએસ ડિફેન્સ જાયન્ટ GE એરોસ્પેસે વડાપ્રધાન મોદી (PM Modi)ની યુએસ મુલાકાત દરમિયાન MK-II તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે HAL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 15,920 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. 


તેજસની વિશેષતાઓ શું છે?

તેજસ એક સ્વદેશી હલકું કોમ્બેટ એરક્રાફ્ટ છે જે કોઈપણ હવામાનમાં ઉડી શકે છે. આ એક ફાઈટર જેટ છે જેમાં બે પાઈલટ છે. તેને લિફ્ટ એટલે કે લીડ-ઈન ફાઈટર ટ્રેનર કહેવામાં આવે છે. તેને ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ પણ કહેવામાં આવે છે. એરફોર્સે HAL પાસેથી 123 તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 26 એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવી છે. આ તમામ તેજસ માર્ક-1 છે.