'20 વર્ષથી અપમાન સહન કરી રહ્યો છું', મિમિક્રી મુદ્દે PM Modiએ ઉપરાષ્ટ્રપતિ ધનખડને કર્યો ફોન

PM Modi: સંસદમાં ઉપ રાષ્ટ્રપતિની મજાક ઉડાવવામાં આવી હતી. આ મુદ્દે પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધાનખડને ફોન કર્યો હતો અને દુઃખ વ્યક્ત કર્યુ હતું.

Share:

હાઈલાઇટ્સ

  • ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરવા મુદ્દે પીએમ મોદીએ કર્યો ફોન
  • જગદીપ ધાનખડે ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી
  • પીએમ મોદીએ કહ્યું કે, વીસ વર્ષથી સહન કરતો આવ્યો છું

નવી દિલ્હીઃ સાંસદોએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધાનખડની મિમિક્રી કરવાની ઘટનાને પીએમ મોદીએ દુઃખદ ગણાવી હતી. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાત કરી છે કે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ફોન પર એવુ પણ કહ્યું કે, તેઓ છેલ્લાં વીસ વર્ષથી આવુ અપમાન સહન કરી રહ્યાં છે. એટલું જ નહીં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. મહત્વનું છે કે, જે સમયે 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે 19 ડિસેમ્બરના રોજ સંસદ બહાર તેઓ વિરોધ કરી રહયા હતા. એ સમયે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધાનખડની નકલ ઉતારીને મિમિક્રી કરી હતી. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી 


ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધાનખડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વાત કરી હતી. તેઓએ લખ્યું કે, પીએમ મોદીની ટેલિફોન પર વાત થઈ. તેઓએ પવિત્ર સંસદમાં કેટલાંક સંસદો દ્વારા કરવામાં આવેલી નાટકીય ટિપ્પણી પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓએ મને કહ્યું કે,તેઓ આ રીતે છેલ્લા વીસ વર્ષથી અપમાન સહન કરતા આવ્યા છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ વિશે આ રીતે ઘટના બનવી એ દુર્ભાગ્યપૂર્ણ છે. 

કોઈ નહીં રોકી શકે 
ઉપરાષ્ટ્રપતિએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, મેં પીએમ મોદીને કહ્યું કે, કેટલાંક લોકોની આવી હરકતો મને મારુ કર્તવ્ય નિભાવતા નહીં રોકી શકે. બંધારણના સિદ્ધાંતોને જાળવી રાખવાથી મને કોઈ રોકી શકશે નહીં. હું મારા મૂલ્યો પ્રત્યે દિલથી પ્રતિદ્ધ છું. કોઈ પણ જાતનું અપમાન મને મારો રસ્તો બદલતા નહીં રોકી શકે. 

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ થયા નિરાશ


રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું કે, જે રીતે સંસદમાં ઉપરાષ્ટ્રપતિની મજાક કરવામાં આવી એનાથી હું ખૂબ જ નિરાશ છું. ચંટાયેલા પ્રતિનિધિઓને પોતાના અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ અભિવ્યક્તિની ગરિમા, શિષ્ટાચાર અને માનદંડોની અંદર રહીને. આ એક સંસદીય પરંપરા છે. જેમના પર અમને ગર્વ છે. આ જળવાઈ રહે એવું ભારતના લોકો આશા રાખે છે.