PM Modiએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં નાગરિકોના મૃત્યુની કરી નિંદા

પીએમ મોદીએ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં આ નિવેદન આપ્યું હતું

Courtesy: Image: Twitter

Share:

 

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ શુક્રવારે બીજા ‘વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ના ઉદ્ઘાટન સત્રને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યું હતું. બીજી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ મોદીએ ચાલી રહેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં નાગરિકોના મૃત્યુની નિંદા કરી હતી અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ગ્લોબલ સાઉથના દેશોએ વિશ્વના હિતમાં એકસાથે અવાજ ઉઠાવવો જોઈએ. 

 

વડાપ્રધાન મોદી (PM Modi)એ કહ્યું, "21મી સદીની બદલાતી દુનિયાને બતાવવા માટે વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સૌથી અનોખું પ્લેટફોર્મ છે. પશ્ચિમ એશિયામાં બની રહેલી ઘટનાઓ દ્વારા નવા પડકારો ઉભા થઈ રહ્યા છે. 

 

ભારતે અગાઉ પણ 7 ઓક્ટોબરે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. અમે હંમેશા વાતચીત અને કૂટનીતિ દ્વારા મુદ્દાઓને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે ઈઝરાયલ-હમાસ સંઘર્ષમાં નાગરિકોના મૃત્યુની પણ નિંદા કરીએ છીએ."

 

ભારતે જાન્યુઆરીમાં વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કર્યું હતું

વડાપ્રધાન મોદી (PM Modi)એ '5C' એટલે કે પરામર્શ, સંચાર, સહકાર, સર્જનાત્મકતા અને ક્ષમતા નિર્માણ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, "પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કર્યા બાદ અમે પેલેસ્ટાઈનીઓને માનવતાવાદી સહાય મોકલી. આ સમયે ગ્લોબલ સાઉથના દેશોએ વિશ્વની સુધારણા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. અમે અગાઉ જાન્યુઆરીમાં વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કર્યું હતું."

 

G20 શિખર સંમેલન પર બોલતા વડાપ્રધાન મોદી (PM Modi)એ કહ્યું, "ભારતના વિવિધ રાજ્યોમાં યોજાયેલી લગભગ 200 G20 બેઠકોમાં વૈશ્વિક દક્ષિણના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ કારણોસર, જ્યારે સમિટનો સંયુક્ત ઘોષણાપત્ર, નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશન, બહાર પાડવામાં આવ્યું, ત્યારે તેમાં ગ્લોબલ સાઉથનો સમાવેશ કરવામાં આવ્યો અને દરેક તેના પર સંમત થયા."

AIના કારણે ઉત્તર-દક્ષિણ અંતર ન આવવું જોઈએ: PM Modi 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વાત કરતા વડાપ્રધાન મોદી (PM Modi)એ કહ્યું કે ભારત માને છે કે નવી ટેક્નોલોજીના આવવાથી ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ વચ્ચેનું અંતર વધવું જોઈએ નહીં. AI ના સમયમાં તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે ટેક્નોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે. આ ભાવનાને આગળ વધારવા માટે ભારત આવતા મહિને આર્ટિફિશિયલ ગ્લોબલ પાર્ટનરશિપ સમિટનું આયોજન કરશે.

 

12-14 ડિસેમ્બર વચ્ચે નવી દિલ્હીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI) પર વૈશ્વિક ભાગીદારીનું આયોજન કરવામાં આવશે. આ સમિટનું ધ્યાન AI અને તેના વિવિધ પાસાઓ પર રહેશે.  

 

આ વખતના વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના પ્રારંભિક સત્રની થીમ 'સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસ માટે' છે. સમાપન સમારોહની થીમ 'ગ્લોબલ સાઉથ - ટુગેધર ફોર અ ફ્યુચર' રાખવામાં આવી છે.