PM Modi: જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા હિમાલયના લેપચા, દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

વડાપ્રધાને વર્ષ 2021માં રાજૌરી જિલ્લાના નૌશહરા ખાતે તથા વર્ષ 2022માં કારગિલમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી

Courtesy: Twitter

Share:

 

PM Modi: દેશમાં દિવાળીના તહેવારને લઈ ભારે ઉત્સાહનો માહોલ જામ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી (PM Modi)એ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માધ્યમથી દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વખતે પણ તેઓ દેશના જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચી ગયા છે. આ વર્ષે તેમણે હિમાચલ પ્રદેશના લેપચા ખાતે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 

PM Modiએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પોસ્ટ દ્વારા દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ પહેલા તેમણે ધનતેરસના રોજ પણ શુભેચ્છા પાઠવતો મેસેજ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, "દેશના આપણાં તમામ પરિવારજનોને દિવાળીની શુભેચ્છાઓ. સૌને દિવાળી શુભ રહે તેવી શુભેચ્છા. આ ખાસ તહેવાર સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારૂં આરોગ્ય લાવે તેવી આશા." 

હિમાચલમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી

આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના વડાપ્રધાન મોદી (PM Modi)એ પોતાની વર્ષો જૂની પરંપરા ચાલુ રાખી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે. પીએમ મોદીએ તેમની વર્ષો જૂની પરંપરાને અનુસરીને આ વર્ષે 2023માં પણ તેમણે સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો છે. 

જવાનો સાથે દિવાળી ઉજવવાની પરંપરા જાળવી

વડાપ્રધાન મોદીએ આ પહેલા પણ ભારતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. તેમણે વર્ષ 2014માં સિયાચિન ગ્લેશિયરમાં, વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

 

આનાથી આગળ વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઉપરાંત વર્ષ 2020માં રાજસ્થાનના જેસલમેરમાં દિવાળી ઉજવી હતી અને વર્ષ 2021માં રાજૌરી જિલ્લાના નૌશહરા ખાતે તથા વર્ષ 2022માં કારગિલમાં દિવાળી ઉજવી હતી.

ગૃહમંત્રીએ પાઠવી હતી ધનતેરસની શુભેચ્છા

ગૃહમંત્રી અમિત શાહે પણ ધનતેરસની શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના તહેવાર ‘ધનતેરસ’ પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ધનતેરસના પવિત્ર તહેવાર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું હતું કે, ‘હું ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરું છું કે તમને અને તમારા સમગ્ર પરિવારને સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે.’

 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું, ‘ધનતેરસના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા અને શાશ્વત શુભકામનાઓ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ તહેવાર તમારા બધાના જીવનમાં સુખ, શાંતિ અને ધનની અપાર વૃદ્ધિનું પરિબળ બને. તમારું હૃદય હંમેશા પ્રેમ, સદ્ભાવના અને સંવાદિતાની સંપત્તિથી ભરેલું રહે. હેપ્પી ધનતેરસ!’