Video: વારાણસીમાં PM મોદીનો રોડ શો, એમ્બ્યુલન્સ માટે રોકી દીધો પોતાનો કાફલો

સુરત બાદ પીએમ મોદી હવે પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાતે રવાના થયા છે. જ્યાં રોડ શો દરમિયાન તેમણે પોતાનો કાફલો રોકવો પડ્યો હતો, કારણ કે, એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો જોઈતો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • PM મોદી પોતાના મત વિસ્તાર વારાણીસીની બે દિવસની મુલાકાતે
  • એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે PM મોદીએ પોતાનો કાફલો રોક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો આજે વારાણસીમાં તેમના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે થોડો સમય રોકાયો હતો. એક વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે કાફલો, સુરક્ષા કર્મચારીઓ સાથે વડાપ્રધાનનું વાહન પકડીને બેરિકેડેડ રોડની બાજુએ અટકી રહ્યો હતો, જ્યારે એક એમ્બ્યુલન્સ તેમની પાસેથી પસાર થઈ રહી હતી. નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાને પોતાના કાફલાને એમ્બ્યુલન્સ માટે રોક્યા હોય. ગયા વર્ષે અમદાવાદ અને હિમાચલ પ્રદેશના કાંગડામાં પણ આવી જ ઘટના જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની બે દિવસની મુલાકાતે આવ્યા છે, જ્યાં તેઓ પ્રદેશના વિકાસ માટે ₹19,000 કરોડના 37 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેઓ કાશી તમિલ સંગમમની બીજી આવૃત્તિ પણ લોન્ચ કરશે અને કન્યાકુમારી અને વારાણસી વચ્ચે નવી ટ્રેનને લીલી ઝંડી બતાવશે.