PM Modiએ દેશવાસીઓને નવા વર્ષની અલગ અંદાજમાં પાઠવી શુભેચ્છા, કરી આ મહત્વની વાત

Happy New Year: દેશભરના લોકોએ નવા વર્ષનું ભવ્ય સ્વાગત કર્યુ. 31 ડિસેમ્બર 2023ની રાતે પાર્ટી અને ઉત્સવ બાદ વર્ષના પહેલાં દિવસની શરુઆત મોટાભાગના લોકોએ મંદિરમાં જઈને કરી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા
  • પીએમ મોદીએ કહ્યું, નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધી લાવે
  • રાહુલ ગાંધીએ પણ એક્સ પર પોસ્ટ કરીને પાઠવી શુભેચ્છા

Happy New Year 2024 Wishes: નવું વર્ષ શરુ થઈ ગયુ છે અને લોકો તેની ઉજવણી કરી રહ્યા છે. પીએમ મોદીએ સોમવારે સવારે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરતા લખ્યું કે, તમામને 2024ની શુભેચ્છાઓ. આ વર્ષ તમામ માટે સમૃદ્ધી, શાંતિ અને અદ્ભૂત સ્વાસ્થ્ય લઈને આવે. 

પીએમની શુભેચ્છા


પીએમ મોદીએ દેશવાસીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, દેશવાસીઓને 2024ની શુભેચ્છાઓ. આ વર્ષ તમામ લોકો માટે શાંતિ, સમૃદ્ધી અને અદ્ભૂત સ્વાસ્થ્ય લઈને આવે. પીએમ મોદી સિવાય અનેક રાજકીય નેતાઓએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. 

રાહુલ ગાંધીનો મેસેજ


પીએમ મોદી સિવાય રાહુલ ગાંધીએ પણ આખા દેશને નવા વર્ષની તકે એક ખાસ મેસેજ પોસ્ટ કર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી. રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું કે, નવું વર્ષ તમામના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધીની ભેટ અને ભારતમાં ન્યાય તથા પ્રેમનો સંદેશ લઈને આવ્યું છે. 

મલ્લિકાર્જુન ખડગેનો સંદેશ


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ તકે દેશવાસીઓ અને કોંગ્રેસના નેતાઓ તથા વર્કર્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે આ નવા વર્ષે હું આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવુ છું. આ નવું વર્ષ એવું હોવુ જોઈએ કે જે ફરીથી ગરીબો અને નીચેની કક્ષાના તમામ લોકોન આશા અને શક્તિ પરત કરે. મહત્વપૂર્ણ છે કે આપણ તમામ નાગરીકોના અધિકારો માટે એકજૂટ થઈને લડીએ અને સમાજીક ન્યાય સુનિશ્ચિત કરીએ. આપણા બંધારણ અને લોકતંત્રની રક્ષા કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે. એક વાર ફરી, તમામને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.