PM Modi Ayodhya Visit: અયોધ્યા પહોંચ્યા પીએમ મોદી, શંખનાદ અને મંત્રોચ્ચારથી કરાયુ સ્વાગત

પીએમ મોદી આજે અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને નવ નિર્મિત એરપોર્ટનુ અનાવરણ પણ કરશે. આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે.

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત, શંખનાદ-મંત્રોચ્ચાર થયા
  • પીએમ મોદી 1500 કરોડથી વધુ યોજનાઓનું લોકાર્પણ કરશે
  • ઈન્ટરનેશનલ એરપોર્ટ અને રેલવેનું પણ કરાયુ લોકાર્પણ

PM Modi in Ayodhya: આજે પીએમ મોદી અયોધ્યામાં છે. પીએમ મોદી અહીં 1500 કરોડથી વધુની કિંતમની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યુ હતુ. છ વંદે ભારત અને બે અમૃત ભારત સહિત આઠ એક્સપ્લેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. બપોરે સવા વાર વાગ્યાની આસપાસ તેઓ નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. 

શંખનાદ, મંત્રોચ્ચાર સાથે સ્વાવગત
પીએમ મોદી જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડમરુ સાથે પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મથુરાા ખજાન સિંહ અને મહિપાલ પોતાની ટીમ સાથે છાપ પાડશે. સાથે જ મથુરાના લોકપ્રિય નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

અયોધ્યાના પુનર્નિમાણનો સંકલ્પ
યુપીના મંત્રી જિતિન પ્રસાદે કહ્યું કે, આજે એક ઐતિહાસિક દિવસ છે અને પીએમ મોદીએ અયોધ્યાના પુનર્નિર્માણનો જે સંકલ્પ લીધો હતો, એ આજે લોકો સામે પૂરો થઈ રહ્યો છે. એરપોર્ટ ટર્મિનલને જનતા માટે ચાલુ કરી દેવામાં આવ્યું છે. અમને પણ એક નવા અયોધ્યા શહેર માટે કામ કરવાની તક મળી છે. 
  
ડેપ્યુટી સીએમે શું કહ્યું?
યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે, આ અમારા માટે સૌભાગ્યનો દિવસ છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન એ અહીંની જનતા માટે મોટી વાત છે. આખા શહેરના વિકાસની સાથે માળખાકીય સુવિધા બદલાઈ રહી છે. હું એના માટે પીએમ મોદીનો આભાર માનું છું. આ એક ઈન્ટરનેશનલ સ્તરે શહેરનો વિકાસ થઈ રહ્યો છે.