PM મોદીની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ 2 કરોડને પાર, વિશ્વભરના નેતાઓને છોડ્યા પાછળ

યુટ્યુબ પર સબસ્ક્રાઈબર અને વ્યુઝની બાબતમાં પીએમ મોદીએ દુનિયાના પોતાના તમામ હરીફ નેતાઓને ખૂબ પાછળ છોડી દીધા છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પર કુલ 450 કરોડ વ્યુઝ છે.

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પર કુલ 450 કરોડ વ્યુઝ
  • ગયા વર્ષે સબસ્ક્રાઈબર્સ 1 કરોડને પાર થઈ ગયા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. પીએમ મોદીની લોકપ્રિયતા પર કોઈ શંકા નથી. આનો પુરાવો હાલમાં જ વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં જોવા મળ્યો. પીએમ મોદીની લોકપ્રિયતાનો પુરાવો વિશ્વના સૌથી મોટા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર પણ જોઈ શકાય છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુટ્યુબ પર 2 કરોડ સબસ્ક્રાઇબર સુધી પહોંચનારા પ્રથમ વૈશ્વિક નેતા બની ગયા છે.

યુટ્યુબ પર સબસ્ક્રાઈબર અને વ્યુઝની બાબતમાં પીએમ મોદીએ દુનિયાના પોતાના તમામ હરીફ નેતાઓને ખૂબ પાછળ છોડી દીધા છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પર કુલ 450 કરોડ વ્યુઝ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મોદીની ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1 કરોડને પાર કરી ગઈ હતી. રાષ્ટ્રીય નેતાઓમાં, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના યુટ્યુબ પર 3.21 મિલિયન ફોલોઅર્સ છે.

મોદીની ચેનલ પરના ત્રણ સૌથી લોકપ્રિય વીડિયોના કુલ વ્યૂઝ 175 મિલિયન છે. પીએમ મોદી પછી બીજા નંબરે બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો છે, જેમની ચેનલ પર 64 લાખ સબસ્ક્રાઇબર્સ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી 11 લાખ સબસ્ક્રાઇબર સાથે ત્રીજા સ્થાને છે. ચોથા નંબરે યુએસ પ્રમુખ જો બાઈડન છે જેમની યુટ્યુબ ચેનલ પર 7,94,000 સબસ્ક્રાઇબર્સ છે. ડિસેમ્બર 2023માં પીએમ મોદીની ચેનલના કુલ વ્યૂઝ 22.4 કરોડ છે જે એક રેકોર્ડ છે.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન ફોલોઈંગમાં દિવસેને દિવસે જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. દુનિયાભરના લોકો પીએમ નરેન્દ્ર મોદીને પસંદ કરે છે. આ જ કારણ છે કે અન્ય દેશોની હસ્તીઓ પણ દરેક અવસર પર પીએમના કામના વખાણ કરતી રહે છે. મોદી સોશિયલ મીડિયા પર નોંધપાત્ર હાજરી ધરાવે છે અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો તેમને વ્યાપકપણે ફોલો કરે છે.

પીએમ મોદીની એપ્રુવલ રેટિંગ
ડિજિટલ ડોમેન દ્વારા તેમનો આઉટરીચ તેમની વૈશ્વિક લોકપ્રિયતાનું એક કારણ છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણ જેના પરિણામો આ મહિનાની શરૂઆતમાં પ્રકાશિત થયા હતા તે દર્શાવે છે કે પીએમ મોદીને 76 ટકા રેટિંગ મળી હતી, જ્યારે જ્યારે 18 ટકાએ વિપરીત અભિપ્રાય આપ્યો હતો અને છ ટકા પ્રતિસાદ આપવાથી દૂર રહ્યા હતા. બીજા ક્રમનું સર્વોચ્ચ એપ્રુવલ રેટિંગ મેક્સીકન પ્રેસિડેન્ટ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરનું 66 ટકા અને ત્યારબાદ સ્વિટ્ઝર્લેન્ડના પ્રમુખ એલેન બેર્સેટ 58 ટકા ત્રીજા ક્રમાંકે છે.