PM મોદી વિશ્વના સૌથી પોપ્યુલર નેતાઓના લિસ્ટમાં ટોપ પર, બાઈડન 8મા નંબરે

મોર્નિંગ કંસલ્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું કે, પીએમ મોદીન લોકપ્રિયતા મામલે 76 ટકા અપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ લિસ્ટમાં અન્ય દેશોના નેતાઓ પણ સામેલ છે. જેમાં તેમને ઓછું રેટિંગ મળ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીના નેતૃત્વને 76 ટકાની અપ્રુવલ મળી
  • અગાઉ નેતૃત્વ બાબતે સૌથી વધુ અપ્રુવલ મળ્યા હતા
  • અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન 37 ટકા અપ્રુવલ સાથે આઠમા નંબરે

PM Modi: વિશ્વના સૌથી પોપ્યુલર નેતાઓમાં પીએમ મોદી ટોપ પર હોંચી ગયા છે. મોર્નિંગ કંસલ્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં પીએમ મોદીને 76 ટકાનું અપ્રુવલ રેટિંગ મળ્યું છે. જે રેટિંગ સાથે પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. જ્યારે બીજા નંબરે મેક્સિકોના પ્રેસિડન્ટ ઓબ્રાડોર છે. તેમને 66 ટકા રેટિંગ મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન 37 ટકા અપ્રુવલ સાથે આઠમા નંબરે છે. જ્યારે ઈટલીના પીએમ જ્યોર્જિયો મૈલોની 41 ટકા રેટિંગ સાથે છઠ્ઠા નંબરે છે. 

76 ટકાની મંજૂરી 
પીએમ મોદીના નેતૃત્વને 76 ટકાની અપ્રુવલ મળી હતી. એટલું જ નહીં મોર્નિંગ કંસલ્ટે સપ્ટેમ્બરમાં પીએમ મોદીને વિશ્વસ્તરના સૌથી વિશ્વસનીય નેતા તરીકે સર્વેમાં સામે આવ્યા હતા. અન્ય દેશોના નેતાઓ  પણ સામેલ છે. જેઓને ટકાવારી મુજબ અલગ અલગ રેટિંગ મળ્યા છે. એ તમામ નેતાઓને પીએમ મોદી કરતા ઓછા રેટિંગ મળ્યા છે. 

સપ્ટેમ્બરમાં પણ ટોપ પર 
આ અગાઉ સપ્ટેમ્બરમાં થયેલા સર્વેમાં પણ પીએમ મોદીને નેતૃત્વ બાબતે સૌથી વધુ અપ્રુવલ મળ્યા હતા. સાથે જ તેમને વિશ્વસનીય નેતા તરીકે ગણાવવામાં આવ્યા હતા. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન 40 ટકાના રેટિંગ સાથે આઠમા નંબરે છે. મહત્વનું છે કે, આ સર્વે જી ટ્વેન્ટી સંમેલન બાદ કરવામાં આવ્યો હતો.