PMGKAY: 5 વર્ષ માટે લંબાવામાં આવી યોજના, 81 કરોડ લોકોને થશે ફાયદો

આ યોજના આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે

Courtesy: Image: Twitter

Share:

 

PMGKAY: કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો હતો. ગરીબો માટે સરકાર અનેક સ્કિમ બહાર પાડે છે એમાની એક સ્કિમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. તેનાથી 81 કરોડ લોકોને ફાયદો થશે. આ યોજના 1 જાન્યુઆરી, 2024થી લાગુ કરવામાં આવશે. આ સિવાય કેબિનેટની બેઠકમાં અન્ય ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. 

 

આ યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે. એક જૂથમાંથી એક મહિલાને ડ્રોન ઉડાવવાની 15 દિવસની તાલીમ આપવામાં આવશે, જેને ડ્રોન સખી કહેવામાં આવશે. ડ્રોન પાયલટને 15 હજાર રૂપિયા અને કો-પાયલટને 10 હજાર રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. આ યોજના 2026 સુધી ચાલુ રહેશે અને તેનો કુલ ખર્ચ 1261 કરોડ રૂપિયા થશે.

PMGKAY માટે આગામી 5 વર્ષમાં11 લાખ 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 13.50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને આગામી 5 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 81 કરોડ લોકોને તેનો ફાયદો થશે. આ યોજના માટે ભારત સરકાર 11 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.

આ યોજના કોરોના સમયે શરૂ કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વર્ષ 2020 માં કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર ત્રણ મહિના (એપ્રિલ, મે અને જૂન) માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના લાભમાં કુલ 80 કરોડ રેશનકાર્ડ ધારકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

 

ડિસેમ્બર 2022 માં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ઘણા વિસ્તરણ પછી સમાપ્ત થઈ હોવાથી, તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ એક વર્ષ માટે મફત રાશન પ્રદાન કરતી હતી.

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને 1 જાન્યુઆરી 2024થી આગામી 5 વર્ષ માટે વધારવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના ગરીબ લોકોના પરિવારને દર મહિને પાંચ કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે.  અંત્યોદય પરિવારોને મહિને 35 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ યોજના માટે આગામી 5 વર્ષમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગત 5 વર્ષમાં લગભગ 13.50 કરોડ ભારતીય ગરીબી સ્તરથી ઉપર આવ્યા છે.

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ની મુદત પાંચ વર્ષ માટે લંબાવવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર 11.8 લાખ કરોડ રૂપિયાનો બોજો આવશે, પરંતુ આનાથી ગરીબ અને વંચિત પરિવારોને નિશ્ચિત રીતે ફાયદો થશે.