'PoK નેહરુની ભૂલોનું પરિણામ....', લોકસભામાં કોંગ્રેસ પર ગર્જ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

લોકસભામાં અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે કાશ્મીર પંડિતો માટે કંઈ કર્યું નથી, જ્યારે વર્તમાન મોદી સરકાર શું કરી રહી છે તે ઈતિહાસ હંમેશા યાદ રાખશે.

Share:

હાઈલાઇટ્સ

  • અમિત શાહે લોકસભામાં J&K સંબંધિત બે બિલ રજૂ કર્યા
  • અમિત શાહે કહ્યું- કોંગ્રેસે કાશ્મીર પંડિતો માટે કંઈ કર્યું નથી

સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર સંબંધિત બે બિલ, જમ્મુ અને કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ-2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ-2023 પર જવાબ આપ્યો હતો. આ દરમિયાન અમિત શાહ કોંગ્રેસ પર ગર્જતા કહ્યું હતું કે, "પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)ની સમસ્યા સૌથી પહેલા વડાપ્રધાન જવાહર લાલ નેહરુના કારણે ઉભી થઈ હતી. નહીંતર આજે તે ભારતનો એક ભાગ હોત. નેહરુની ભૂલને કારણે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર PoK બની ગયું.'

અમિત શાહની 10 મોટી વાતો

  1. 'કોંગ્રેસે કાશ્મીર પંડિતો માટે કંઈ કર્યું નથી, જ્યારે હાલની મોદી સરકાર શું કરી રહી છે; ઈતિહાસ તેને હંમેશા યાદ રાખશે. હવે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં 370ને પાર કરી ગઈ છે અને ટૂંક સમયમાં વધુ મોટું કામ કરવામાં આવશે.'
  2. 'હું અહીં જે બિલ લાવ્યો છું તે એવા લોકોને ન્યાય અને અધિકાર આપવા વિશે છે જેમની સાથે અન્યાય, અપમાન અને ઉપેક્ષા કરવામાં આવી છે. કોઈપણ સમાજમાં જેઓ વંચિત છે તેમને આગળ લાવવા જોઈએ, આ ભારતના બંધારણની મૂળ ભાવના છે.'
  3. 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને યુએનમાં લઈ જવો એ એક ભૂલ હતી.' કોંગ્રેસ સહિત વિપક્ષોના હોબાળા પર શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નહેરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું.
  4. 'બિલના નામ સાથે સન્માન જોડાયેલું છે. ફક્ત તે જ લોકો આ જોઈ શકે છે, જેઓ પાછળ રહી ગયેલા લોકોની આંગળીઓ પકડીને સહાનુભૂતિથી આગળ વધે છે. તે લોકો આ સમજી શકતા નથી, જે વોટબેંક માટે તેનો ઉપયોગ કરે છે.'
  5. નરેન્દ્ર મોદી એવા નેતા છે, જે ગરીબ પરિવારમાં જન્મીને દેશના વડાપ્રધાન બન્યા છે. તે પછાત અને ગરીબોની પીડા જાણે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી કેટલાક લોકોને ખટકી રહ્યું છે.'
  6. 'આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. હું કહેવા માંગુ છું કે નામ સાથે જ સન્માન જોડાયેલું છે
  7. 'મહારાજા હરિ સિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. વિસ્થાપિત લોકોની કોઈને પરવા નહોતી. જેમને ચિંતા કરવાની હતી તેઓ ઈંગ્લેન્ડમાં રજા માણી રહ્યા હતા. જો તે સમયે તેમના માટે કામ કરવામાં આવ્યું હોત, તો તેઓ વિસ્થાપિત થયા ન હોત.
  8. '1947, 1965 અને 1971માં જમ્મુ-કાશ્મીરમાંથી 41844 પરિવારો વિસ્થાપિત થયા હતા. આ બિલ દ્વારા આ લોકોને અધિકાર મળશે. જો સીમાંકનની પ્રક્રિયા પવિત્ર ન હોય તો લોકશાહી પવિત્ર ન હોઈ શકે. અમે સીમાંકનને ન્યાયિક સીમાંકન નામ આપ્યું છે.'
  9. 'ખીણમાંથી વિસ્થાપિત લોકો માટે બિલમાં બે બેઠકો હશે. જેમાં 5 નામાંકિત સભ્યો હશે. હવે જમ્મુ-કાશ્મીરમાં 107 સીટોને બદલે 114 સીટો થશે.
  10. 'સીમાંકન પંચે સમગ્ર જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી. કોંગ્રેસે પછાત લોકોને રોકવાનું કામ કર્યું છે. 70 વર્ષ પહેલા પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો કેમ ન મળ્યો? નરેન્દ્ર મોદી સરકારે તેને બંધારણીય દરજ્જો આપ્યો છે.'
Tags :