ઈમ્તેહા હો ગઈ ઈન્તઝાર કી.... અભિનેત્રી જયા પ્રદાની પોલીસ રાહ જોઈ રહી છે!

અનેક તકો આપ્યા બાદ પણ જયા પ્રદા તેની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટમાં હાજર નહી રહેવા બદલ તેની સામે બિન જામીન પાત્ર વોરંટ કોર્ટ દ્વારા ઈસ્યુ કરવામાં આવ્યું છે.

Courtesy: wikipedia

Share:

હાઈલાઇટ્સ

  • અભિનેત્રી અને પૂર્વ સાંસદની સામે બે ક્રિમીનલમાં તે કોર્ટ કાર્યવાહીમાં સહકાર નથી આપી રહ્યાં અને કોર્ટમાં હાજર પણ નથી રહેતાં અને પોલીસ અત્યારે તેમને શોધવા માટે પણ અસમર્થ છે.
  • બે કેસો પૈકી એક કેસમાં તેણે આચાર સંહિતા લાગુ થયેલી હોવાના છતાં સ્વર વિસ્તારમાં તેમણે એક જાહેર માર્ગનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યારે બીજા કેસમાં પીપલીયા મિશ્રા ગામમાં તેમણે વાંધાજનક ટીપ્પણીઓ કરી હતી.

હિન્દી સુપરહીટ ફિલ્મ શરાબીમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે અભિનેત્રી તરીકે કામ કરનાર જયા પ્રદાને અત્યારે ઉત્તર પ્રદેશ પોલીસ ખાખાફોંસા કરીને શોધી રહી છે. અભિનેત્રીમાંથી સાંસદ બનેલી આ અભિનેત્રી સામે આચાર સંહિતા ભંગના કેસમાં બિન જામીન પાત્ર વોરંટ બજાવી ધરપકડ કરવા માટે જયા પ્રદાની શોધ ચાલું છે.

ઉત્તર પ્રદેશના મેરૂતના રામપુરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ રાજેશ દ્વીવેદીએ જણાવ્યું હતું કે, અભિનેત્રી અને પૂર્વ સાંસદની સામે બે ક્રિમીનલમાં તે કોર્ટ કાર્યવાહીમાં સહકાર નથી આપી રહ્યાં અને કોર્ટમાં હાજર પણ નથી રહેતાં અને પોલીસ અત્યારે તેમને શોધવા માટે પણ અસમર્થ છે.

દ્વીવેદીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ અનુસાર જયા પ્રદાને શોધવા માટે પોલીસ ઈન્સ્પેક્ટની કક્ષાના એક અધિકારીની આગેવાનીમાં એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે જેથી કરીને તેમને જાન્યુઆરીની 10મી તારીખ સુધીમાં કોર્ટમાં હાજર કરી શકાય. પણ હજુ સુધી ટીમને સફળતા મળી નથી.

અનેક તકો આપ્યા બાદ પણ જયા પ્રદા તેની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટમાં હાજર નહી રહેવા બદલ તેની સામે બિન જામીન પાત્ર વોરંટ કોર્ટ દ્વારા ઈસ્યુ કરવામાં આવ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2019માં લોકસભાની રામપુર બેઠકની ભાજપની ટીકીટ પરથી ચૂંટણી વખતે આચાર સંહિતાના ભંગ બદલ તેની સામે બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

બે કેસો પૈકી એક કેસમાં તેણે આચાર સંહિતા લાગુ થયેલી હોવાના છતાં સ્વર વિસ્તારમાં તેમણે એક જાહેર માર્ગનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યારે બીજા કેસમાં પીપલીયા મિશ્રા ગામમાં તેમણે વાંધાજનક ટીપ્પણીઓ કરી હતી.

આ બંને કેસમાં તેમની વિરૂદ્ધ તપાસ પુરી થઈ ગઈ છે અને એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે.