રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ બાળકને જન્મ, ગર્ભવતી મહિલાની અપીલ

ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજમાં એક ગર્ભવતી મહિલાએ અપીલ કરી કે તેના બાળકનો જન્મ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ થાય.

Share:

હાઈલાઇટ્સ

  • અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા
  • ગર્ભવતી મહીલાઓ પણ આ જ દિવસે બાળકને જન્મ આપવા માગે છે
  • 22 જાન્યુઆરીએ હોસ્પિટલ્સમાં જન્મ આપવા અનેક અરજીઓ

કાનપુરઃ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે અને આખા દેશામાં ઉત્સાહનો માહોલ છે. પ્રાણ  પ્રતિષ્ઠાના દિવસને શુભ દિવસ માનવામાં આવી રહ્યો છે. ત્યારે એક મહિલાએ એવી અપીલ કરી કે તેના બાળકનો જન્મ એ જ દિવસે થાય. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબીઓએ એવી પણ સલાહ આપી કે આપણે સિઝેરિયન કરી શકીએ છીએ. ત્યારે ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજમાં પ્રસુતિ  સ્ત્રી વિભાગના કાર્યકારી પ્રભારી સીમા દ્વીવેદીએ કહ્યું કે, આગામી 12-14 સુધી સિઝેરિયન માટે કેટલીક અપીલો આવી છે. 22 જાન્યુઆરીના રોજ 35 સિઝેરિયન ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.  

શુભ દિવસે બાળકને જન્મ 
ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારના લોકોએ ડોક્ટર્સને અપીલ કરી કે, આ શુભ દિવસે બાળકનો જન્મ થાય તો અમને પણ આનંદ થશે. દ્વીવેદીએ કહ્યું કે, અનેક ગર્ભવતી મહિલાઓ આ જ શુભ દિવસે પોતાના બાળકને જન્મ આપવા માગે છે. મોટા ભાગની ગર્ભવતી મહિલાઓ આ દિવસનું શુભ મુહૂર્ત લઈને આવ્યા છે અને પોતાના બાળકનો જન્મ આ દિવસે થાય એવી અપીલ કરી છે. 

શુભ મુહૂર્ત
ડોક્ટર દ્વીવેદીએ કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ પૂજારીઓ પાસેથી સારો સમય અને શુભ મુહૂર્ત માટે સમય કાઢીને આવી છે. માતાઓ અને તેમના પરિવાર દ્વારા આ શુભ મુહૂર્ત માટે અપીલ કરવામાં આવી છે. માતાઓ એવું માને છે કે, ભગવાન રામ વીરતા, અખંડતા અને આજ્ઞાકારીતાનું પ્રતિક છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જે પણ બાળક જન્મશે એમાં એવા જ ગુણ હશે.