Rahul Gandhi 14 જાન્યુઆરીથી મણિપુરથી મુંબઈની 'ભારત ન્યાય યાત્રા'ની કરશે શરુઆત

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ આ ચૂંટણી માટે ફરી શંખનાદ કરવા જઈ રહી છે. જે અનુસંધાનમાં રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરુ કરશે.

Share:

હાઈલાઇટ્સ

  • 14 જાન્યુઆરીથી 22 માર્ચ સુધી ભારત ન્યાય યાત્રા
  • રાહુલ ગાંધી મણિુપરથી મુંબઈ સુધી કરશે આ યાત્રા
  • ત્રણ મુદ્દાઓને રાહુલ ગાંધી લોકો સમક્ષ ઉપાડશે

નવી દિલ્હીઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસે પણ તડામાર તૈયારીઓ આદરી દીધી છે. રાહુલ ગાંધી હવે ભારત જોડો યાત્રાનો બીજો અધ્યાય શરુ કરવા માટે જઈ રહ્યા છે. જેને ભારત ન્યાય યાત્રા એવું નામ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધી આ યાત્રા આગામી 14 જાન્યુઆરીના રોજ મણિપુરથી શરુ કરશે, જે મુંબઈ સુધી યોજાશે. 14 જાન્યુઆરીએ શરુ થનારી યાત્રા 20 માર્ચના રોજ મુંબઈ પહોંચશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 

6200 કિલોમીટર લાંભી યાત્રા 


કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ભારત જોડો યાત્રા  બાદ હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી ભારત ન્યાય યાત્રા નીકાળશે. મણિપુરથી મુંબઈ સુધી લગભગ 6200 કિલોમીટરની આ યાત્રા હશે. જે 14 જાન્યુઆરીએ શરુ થશે અને 20 માર્ચે પૂરી થશે. આ યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે. જેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, યુપી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના 58 જિલ્લાઓ સામેલ હશે. 

આ ત્રણ મુદ્દાઓ હશે
જયરામ રમેશે આ માહિતી આપતા આગળ જણાવ્યું કે, રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન ત્રણ મુદ્દાઓ ઉઠાવશે. આર્થિક વિષમતા, સામાજીક ધ્રુવીકરણ અને રાજકીય તાનાશાહી. પરંતુ ભારત ન્યાય યાત્રાનો હેતુ આર્થિક ન્યાય, સામાજીક ન્યાય અને રાજકીય ન્યાય હશે. ખેર, હાલ તો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે શંખનાદ ફૂંકી દીધો છે. 

સ્થાપના દિવસે રેલી 
પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, 21 ડિસેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ સલાહ આપી હતી કે, રાહુલ ગાંધીએ પૂર્વથી પશ્ચિમ સુધી યાત્રા શરુ કરવી જોઈએ. એ પછી તેઓ પણ સહમત થયા હતા. કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસે નાગપુરમાં રેલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટી તરફથી રેલીને હૈ તૈયાર હમ.. નામ આપવામાં આવ્યું છે. આ રેલીમાં દેશના અલગ અલગ વિસ્તારના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સામેલ થશે.