રાજસ્થાનના CM ભજનલાલ શર્માની જીભ લથડી, PM મોદીને આપી દીધી શ્રદ્ધાંજલિ

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પીએમ મોદીને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. જે બાદ તેમનો વીડિયો વાયરલ થયો હતો અને બરાબરના ટ્રોલ થયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • સોશિયલ મીડિયામાં આ વાત કરતો વીડિયો થયો વાયરલ
  • એક કાર્યક્રમમાં કહ્યું કે, હું આવા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપુ છું. 

જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે, એક ભાષણ દરમિયાન તેમની જીભ લથડી હતી અને તેઓએ અટલ બિહારી વાજપેયીની જગ્યાએ પીએમ મોદીને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. જો કે, મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો આ વાયરલ વીડિયો જયપુરના અજયરાજપુરાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે સુશાસન દિવસ અને સ્વચ્છતા સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 

પીએમ મોદીને શ્રદ્ધાંજલિ
આ કાર્યક્રમમાં તેઓએ સંબોધન દરમિયાન કહ્યું કે, તેઓએ વિશ્વમાં ભારતની શક્તિને રજૂ કરવાનું કામ કર્યુ છે. આ કામ તેઓએ રાજસ્થાનની વીરભૂમિ પરથી કર્યુ હતુ. તેઓએ 1998માં રાજસ્થાનના પોકરણમાં પરમાણુ વિસ્ફોટ કરીને વિશ્વને પોતાની શક્તિ બતાવવાનું કામ કર્યુ હતુ. હું આવા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપુ છું. 

વીડિયો થયો વાયરલ 
મહત્વનું છે કે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જગ્યાએ તેઓ હાલના પીએમ મોદીને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. આ વાત કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જો  કે, અમારી વેબસાઈટ આ વાયરલ વીડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી. જો કે, આ સભામાં સંબોધન વખતે ભજનલાલ શર્મા દ્વારા અર્થનો અનર્થ થઈ ગયો હતો અને આ વીડિયો ખૂબ જ ફરતો થયો હતો.