Rajasthan Election Result: રાજસ્થાનની આ 7 સીટો કેમ છે ખાસ? ભાજપની ચાલ ચાલશે?

rajasthan election result 2023: રાજસ્થાનની સત્તા પર કોણ રાજ કરશે એનો નિર્ણય આજે થઈ જશે. આજે એટલે કે રવિવારની સવારે 8 વાગ્યાથી વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે કાઉન્ટિંગ શરું થઈ ચૂક્યું છે. રાજસ્થાનની આ સાત સીટો કેમ મહત્વની છે, એના પર નજર કરીએ.

Share:

હાઈલાઇટ્સ

  • રાજસ્થાનની એક સીટ તો એવી છે કે જ્યાં હજુ સુધી ભાજપ ખાતુ ખોલાવી શકી નથી
  • એક સીટ પર કોંગ્રેસ 9 વાર જીતી ચૂકી છે, ભાજપને ફાંફા પડશે
  • દીયા કુમારી ઉદયપુરના રાજકુમારી છે, અને તે ભાજપનો ગઢ છે

Rajasthan Election Result 2023: રાજસ્થાનમાં 199 વિધાનસભાની સીટો પર ગઈ 25 નવેમ્બરે મતદાન થયું હતું. આજે ચૂંટણીનું પરિણામ છે અને એના માટે સવારના 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરુ થઈ ચૂક્યું છે. રાજસ્થાનના પરિણામ માટે વલણ આવવાના પણ શરુ થઈ ગયા છે.  

ઝોટવાડા સીટ કેમ ખાસ?

સૌથી પહેલી સીટની વાત કરવામાં આવે તો એ છે, ઝોટવાડા. રાજધાની જયપુર શહેરની સૌથી હોટ સીટોમાંની તે એક છે. અહીં 2018માં કોંગ્રેસના લાલચંદ કટારીયાની જીત થઈ હતી. આ વખતે તેઓએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. 2023ની આ ચૂંટણીમાં આ સીટ પર કોંગ્રેસના અભિષેક ચૌધરી અને ભાજપના રાજ્યવર્ધનસિંહ રાઠોડ વચ્ચે ટક્કર છે. આ વખતે અહીં 71.52 ટકા મતદાન થયું છે. 

બીજી સીટ તિજારાની 

રાજસ્થાનના અલવરની આ સૌથી હોટ સીટ છે. મહંત બાબા બાલકનાથ અલવરના સાંસદ છે. પરંતુ ભાજપે તેઓને તિજારા સીટ પરથી મેદાને ઉતાર્યા છે. સામે કોંગ્રેસના ઈમરાન ખાન છે. મહંત બાબા બાલકનાથ પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથની જેમ ભગવો વેશ પહેરે છે. એટલે તેમને રાજસ્થાનના યોગીના હુલામણા નામથી પણ બોલાવવામાં આવે છે. જો કે, આ વર્ષે થયેલા મતદાનમાં અહીં 86.11 ટકા મતદાન નોંધાયુ હતુ. 

સાંચોરની રોમાંચક હિસ્ટ્રી 

ત્રીજી મહત્વની સીચ સાંચોર પર ભાજપે તેમના સાંસદ દેવ જી પટેલને ઉમેદવાર બનાવ્યા છે. તો કોંગ્રેસે સુખરામ બિશ્નોઈને મેદાને ઉતાર્યા છે. તેઓ આ વિસ્તારના એક કદાવર નેતા માનવામાં આવે છે. સૌથી મહત્વની વાત તો એ પણ છે કે, સાંચોર વિધાનસભામાં 1951થી અત્યાર સુધીમાં 16 વખત વિધાનસભાની ચૂંટણી થઈ છે. પરંતુ ભાજપ આ દરમિયાન માત્ર બે જ વાર જીત મેળવી ચૂકી છે. 

અપક્ષ ઉમેદવારની જીત 

કોંગ્રેસ કિશનગઢની સીટ પર વિકાસ ચોધરી પર વિશ્વાસ મૂક્યો છે. તો ભાજપે ભગીરથ ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આ વખતે થયેલી ચૂંટણીમાં 76.21 ટકા મતદાન થયું છે. જ્યારે 2018માં થયેલી ચૂંટણી વખતે આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર સુરેશ ટાંકની જીત થઈ હતી.

ભાજપની સતત હાર

મંડાવાની આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહેશે. આ સીટ પર કોંગ્રેસના હાલના ધારાસભ્ય રીટા ચૌધરી છે તો સામે ભાજપના નરેન્દ્ર કુમાર છે. આ સીટ પર કોંગ્રેસ 9 વાર જીતી છે. મહત્વનું છે કે, આ સીટ પરનો ઈતિહાસ પણ રોમાંચક રહ્યો છે. ભાજપ આ સીટ પર પોતાનું ખાતુ ખોલાવી શકી નથી. 

અપક્ષ જીતશે?

છઠ્ઠા નંબરની સીટ સવાઈ માધોપુરની વાત કરવામાં આવે તો, આ સીટ પર સૌની નજર છે. કારણ કે, ભાજપે આ સીટ પર રાજ્યસભાના સાંસદ કિરોડી લાલ મીણાને અને કોંગ્રેસે હાલના ધારાસભ્ય દાનિશ અબરારને મેદાને ઉતાર્યા છે. આ સીટ એટલા માટે રોમાંચક છે કારણ કે, ભાજપે આશા મીણાને ટિકિટ ન આપી તો તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. 

વિદ્યાધરનગર કેમ મહત્વની? 

ભાજપે વિદ્યાધરનગરની સીટ પર લોકસભા સાંસદ દીયા કુમારીને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે આ કદાવર નેતાની સામે પોતાની પાર્ટીના સીતારામ અગ્રવાલને મેદાને ઉતાર્યા છે. મહત્વની વાત તો એ છે કે, ઉદયપુરની રાજકુમારી દીયા કુમારી મહારાજા સવાઈ સિંહ અને મહારાણી પદ્મીની દેવીની પુત્રી છે. આ સીટને ભાજપનો ગઢ માનવામાં આવે છે.