Rajasthan Election Result: રાજસ્થાનમાં રિવાજ બદલાશે કે બનશે ઈતિહાસ? ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

Rajasthan Election Result 2023: રાજસ્થાનમાં 2023ની વિધાનસભાની ચૂંટણી માટેના પરિણામ માટે કાઉન્ટડાઉન શરુ થઈ ગયુ છે. કાઉન્ટિંગના કારણે ઠેર ઠેર સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં કેટલીક સીટો એવી છે કે જ્યાં કેટલીક રોમાંચક ટક્કર છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાજસ્થાનમાં દશકોથી એક રિવાર રહ્યો છે, સરકાર બદલવાનો
  • આ વખતે આ રિવાજ બદલાશે કે પછી કોઈ નવો ઈતિહાસ બનશે?
  • આ વખતે 1800 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે

Rajasthan Election Result 2023: રાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટો પર ગણતરી શરુ થઈ ચૂકી છે. આ સીટો પર 1800 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. રાજ્યમાં સત્તા પર બેસેલી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે. રાજસ્થાનમાં વર્ષોથી એક પરંપરા જોવા મળી છે. કેટલાંક દશકોથી અહીં પરંપરાગત રીતે દરેક વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બદલાઈ જાય છે. એક ચૂંટણીમાં જો કોંગ્રેસની જીત થાય તો બીજી ચૂંટણીમાં ભાજપની જીત થાય. આ રીતે આ પરંપરા દશકોથી ચાલી આવી છે. ત્યારે આ વખતે હવે આ રિવાજ બદલાશે કે પછી કોઈ નવો ઈતિહાસ બનશે એના પર સૌની નજર છે. 

મુખ્ય ચૂંટણી અધિકારીએ શું કહ્યું?

મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે, રાજસ્થાનમાં કાઉન્ટિંગને લઈ તમામ મત ગણતરી કેન્દ્રો પર વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરુ થઈ ચૂકી છે. રાજ્યની 199 વિધાનસભા સીટ પર ગઈ 25 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. જો કે, એક સીટ એટલે કે કરણપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. જો કે, આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. પ્રાપ્ત ટ્રેન્ડમાં ભાજપ આગળ ચાલતી જોવા મળી રહી છે. અજમેર જિલ્લાની આઠ વિધાનસભાની સીટ પર ટ્રેન્ડમાં પણ ટક્કર જોવા મળી હતી. તો મતગણતરી પહેલાં ભાજપ અને કોંગ્રેસ સહિતના કેટલાંક નેતાઓ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. 

VVIP સીટો પર કોણ આગળ?

  • અશોક ગેહલોત સરદારપુર સીટ પર આગળ
  • વસુંધરા રાજે ઝાલરાપાટલ સીટ પર આગળ
  • બાલકનાથ યોગી તિજારા સીટ પર આગળ
  • રાજ્યવર્ધનસિંહ રાઠોડ ઝોટવાડા સીટ પર આગળ 
  • સચિન પાયલટ ટોંક સીટ પર આગળ 

ટ્રેન્ડમાં ભાજપની સદી, કોંગ્રેસ 85 સીટો પર આગળ

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરુઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. શરુઆતના ટ્રેન્ડમાં ભાજપે સદી ફટકારી દીધી છે. જ્યારે કોંગ્રેસ 85 સીટો પર જ આગળ ચાલી રહી છે. જ્યારે અન્ય પક્ષોને 14 સીટો મળી છે. 

ભાજપના અધ્યક્ષને જીતની આશા

રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સીપી જોશીએ કહ્યું કે, પૂર્ણ બહુમત, સ્પષ્ટ બહુમત અને પ્રચંડ બહુમત-આ આશીર્વાદ જનતાએ ભાજપને આપ્યો છે. આજે કુશાસનનો અંત આવવા જઈ રહ્યો છે. અસત્ય હારી રહ્યું છે. હવે સુશાસન આવશે. ન્યાયની જીત થશે. આ જ જનતાનો જનાદેશ છે.  

અશોક ગેહલોત આગળ

રાજસ્થાનના જોધપુરમાં સરદારપુરા વિધાનસભા સીટ પર અશોક ગેહલોત આગળ ચાલી રહ્યાં છે. શરુઆતના વલણોમાં ભાજપ આગળ જોવા મળી રહી છે.