છત્તીસગઢ-MP બાદ રાજસ્થાનમાં પણ ભાજપે ચોંકાવ્યા, રાજ્યના નવા CM ભજનલાલ શર્મા

રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે નવા ચહેરાની નિમણૂક કરી છે. ભાજપે ભજનલાલ શર્માને સીએમ જાહેર કર્યા છે. જયપુરમાં આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનશે
  • દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા ડેપ્યુટી સીએમ હશે

ભાજપના મનોમંથન બાદ રાજસ્થાનને પણ હવે નવા સીએમ મળી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રાહ્મણ નેતા ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે વસુંધરા રાજેએ સીએમ પદ માટે ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો હતો. આમ છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે આ વખતે મુખ્યમંત્રી બદલીને સરપ્રાઈઝ આપી છે.

ભજનલાલ શર્મા જયપુરના સાંગનેરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજનાથ સિંહે કહ્યું કે 'ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો. કિરોડીલાલ મીણા, વાસુદેવ દેવનાની, પ્રેમચંદ બૈરવા, દિયા કુમારીએ તેમના નામને સમર્થન આપ્યું હતું. વાસુદેવ દેવનાની વક્તા રહેશે. હું ભજનલાલ શર્માજીને અભિનંદન આપું છું.'

મુખ્યમંત્રી- ભજનલાલ શર્મા (સાંગાનેરથી ધારાસભ્ય)
નાયબ મુખ્યમંત્રી- દિયા કુમારી (વિદ્યાધર નગરના ધારાસભ્ય)
નાયબ મુખ્યમંત્રી- પ્રેમ ચંદ બૈરવા (ડુડુના ધારાસભ્ય)
સ્પીકર- વાસુદેવ દેવનાની (અજમેર ઉત્તરના ધારાસભ્ય)

રાજસ્થાનમાં બ્રાહ્મણ ચહેરો
આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા ભજનલાલ શર્મા પ્રથમ વખત ધારાસભ્ય છે અને ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. તેઓ ભરતપુરના રહેવાસી છે. તેમને જયપુર વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી. તેમણે આ ચૂંટણી જંગી મતોથી જીતી હતી. હરદેવ જોશી પછી તેઓ રાજસ્થાનના સીએમ બનનારા બીજા બ્રાહ્મણ ચહેરા છે.