Rajasthan: 'સચિન પાયલોટની જાસૂસી કરાવી', અશોક ગેહલોતના OSDનો ચોંકાવનારો દાવો

Rajasthan Politics: અશોક ગેહલોતોના ઓએસડી લોકેશ શર્માએ દાવો માંડ્યો છે કે, જ્યારે 2020માં રાજકીય સંકટ આવ્યું, ત્યારે સચિન પાયલોટ તેમના 18 સાંસદો સાથે ચાલ્યા ગયા હતા. આ સ્થિતિમાં સરકારે તેમની મશીનરી કામે લગાવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • અશોક ગેહલોતના ઓએસડીનો ચોંકાવનારો દાવો
  • સચિન પાયલોટની જાસૂસી કરાવી હોવાનો દાવો
  • ફોન ટ્રેક કરાવ્યા હતા, ગતિવિધિઓ પર ધ્યાન રાખ્યું

જયપુરઃ રાજસ્થાનના રાજકારણમાં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. અશોક ગેહલોતના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી લોકેશ શર્માએ વધુ એક દાવો કર્યો છે. રાજસ્થાનની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ તેમણે હવે અશોક ગેહલોત અને સચિન પાયલોટને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લોકેશ શર્માએ એવો આરોપ લગાવ્યો છે કે, 2020માં તત્કાલિન ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટના બળવા પહેલાં અને એ દરમિયાન તેમની ગતિવિધિઓ અને ફોનને ટ્રેક કરવામાં આવ્યો હતો. 

OSDનો ચોંકાવનારો દાવો
અશોક ગેહલોતનો ઓએસડીએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે 2020માં રાજકીય સંકટ આવ્યું ત્યારે સચિન પાયોલટ તેમના 18 ધારાસભ્યો લઈને ચાલ્યા ગયા હતા. આવી સ્થિતિમાં સરકારે પોતાની મશીનરીને કામે લગાવી હતી. એ સમયે દરેક પર નજર રાખવામાં આવી હતી. આ લોકો ક્યાં જાય છે અને કોને મળે છે. તેમના ફોન પણ ટેપ કરવામાં આવ્યા હતા. જો કે, આ આરોપો લાગ્યા બાદ અશોક ગેહલોત કે સચિન પાયલોટની કે તેમના સહયોગીઓની કોઈ પ્રતિક્રિયા સામે નથી. 

નુકસાન અટકાવી શકાત
લોકેશ શર્માએ કહ્યું કે, રાજસ્થાનનું નુકસાન સરળતાથી રોકી શકાત. મારા સર્વેના આધારે મેં અશોક ગેહલોતને કહ્યું હતું કે, તેઓએ હાલના ધારાસભ્યોને બદલવાની જરુર છે. સાથે જ સચિન પાયલોટ દ્વારા ઉઠાવવામાં આવેલો પેપર લીકનો મુદ્દો પણ ધ્યાને રાખવો જોઈએ. પરંતુ ગેહલોત અને પાયલોટની અંદરોઅંદરની કલેહના કારણે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી પર ભારે અસર પડી. આ ચૂંટણી અમે જીતી શકતા એમ હતા. 

બિકાનેર-ભીલવાડાની ટિકિટ ઈચ્છતા હતા 
મહત્વનું છે કે, લોકેશ શર્માને રાજસ્થાનની ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી નહોતી. તેઓ પહેલાં બિકાનેર અને બાદમાં ભીલવાડા પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા. અહીં કોંગ્રેસ 20 વર્ષથી હારતી આવી છે. લોકેશ શર્માએ કહ્યું કે, ગેહલોત અને પાયલોટે એક્સપિરિમેન્ટ કરવાનો ઈનકાર કર્યો.