Rajkot: રખડતાં ઢોરો મુદ્દે મનપાએ 31 ડિસેમ્બર સુધી પશુપાલકોને શું અલ્ટિમેટમ આપ્યું?

Rajkot: ગુજરાતમાં રખડતાં ઢોરોના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વારંવાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહાનગર પાલિકાને ટોકવામાં આવ્યું હોવા છતા રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મહાનગર પાલિકાએ રાજકોટમાં પશુપાલકોને 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • મહાનગર પાલિકાએ પશુપાલકોને અલ્ટિમેટમ આપ્યું છે
  • પહેલી જાન્યુઆરીથી પકડાયેલા પશુઓ નહીં છોડાય

Rajkot: ગુજરાતમાં હજુ પણ રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત છે. ગુજરાત હાઈકોર્ટે પણ અનેકવાર મહાનગર પાલિકા અને જવાબદાર તંત્ર કે અધિકારીઓની આ મુદ્દે ઝાટકણી કાઢી છે. ત્યારે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જે બાદ રાજકોટ મહાનગર પાલિકાએ પશુપાલકોને 31 ડિસેમ્બર સુધી અલ્ટિમેટમ આપ્યું છે. જે મુજબ પહેલી જાન્યુઆરીથી તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન વગરના જે પણ રખડતાં ઢોરો પકડવામાં આવશે. એ પહેલી જાન્યુઆરી બાદ છોડવામાં આવશે નહીં. મહત્વનું છે કે, રાજ્યમાં રખડતાં ઢોરોએ અનેક વાહનચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિકોનો જીવ લીધો છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના આ આદેશને યોગ્ય માનવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, પહેલી ડિસેમ્બરથી લાગુ કરાયેલી પશુ માટેની નવી પોલિસી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પહેલી ડિસેમ્બરથી જ અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં આ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. 

પકડાશે તો નહીં છોડાય 
રાજ્યના નાગરિકો રખડતા ઢોરોના ત્રાસથી કંટાળી ગયા છે. રખડતા ઢોરોએ સેંકડો લોકોનો ભોગ લીધો છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર આ મુદ્દે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હોવાથી રાજકોટ મહાનગર પાલિકાએ પશુપાલકોને આગામી 31મી ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. એટલે કે આ સમયગાળા દરમિયાન પશુપાલકોએ પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે. એ પછી પહેલી જાન્યુઆરી બાદ તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન કરાયેલા વગરના ઢોરોને પકડવામાં આવશે તો એમને છોડવામાં નહીં આવે. 

કેટલાં પશુઓ?
સૂત્રોનું માનીએ તો રાજકોટ શહેરમાં 32 હજારથી પણ વધુ પશુઓ છે. એમાંથી સાડા સાતથી આઢ હજાર જેટલાં જ પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. બીજી તરફ, રખડતાં ઢોરોના ત્રાસના કારણે હાઈકોર્ટે અનેકવાર લાલ આંખ કરી છે.  ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર  દ્વારા પશુપાલકોને પોતાના ઢોર રાખવા માટે હવે છેલ્લી મુદ્દત આપવામાં આવી છે. એટલે કે પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા માટે આગામી 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એટલે કે પહેલી જાન્યુઆરીથી તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન વગરના પશુઓ ઝડપાશે તો તેને છોડવામાં નહીં આવે. 

જામનગરમાં ઢોરનો ત્રાસ 
મહત્વનું છે કે, આજે જામનગરમાં રખડતાં ઢોરોનો ત્રાસ સામે આવ્યો હતો. જામનગરના પંચેશ્વર ટાવર પાસે રખડતાં ઢોરો એકને અડફેટે લીધો હતો.રખડતાં ઢોરે એક સ્કૂટર ચાલકને અડફેટે લીધો હતો. જે બાદ તેને સામાન્ય ઈજા પહોંચી હતી. તો આ પહેલાં રખડતાં ઢોરોએ એક વૃદ્ધાનો જીવ લીધો હતો. વૃદ્ધાને અડફેટે લેતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.