Ram Mandir પ્રાણપ્રતિષ્ઠા સમારોહ: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં 55 દેશોના 100 મહાનુભાવો હાજર રહેશે

22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં રાજદૂતો અને સાંસદો સહિત 55 દેશોના લગભગ 100 મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

Share:

હાઈલાઇટ્સ

  • વિદેશથી આવનારા મહેમાનોમાં સૌથી વધુ લોકપ્રિય નામ ડો.ભરત બારાઈનું છે
  • આ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો 20 જાન્યુઆરીએ લખનૌ આવશે અને 21 જાન્યુઆરીએ અયોધ્યા જશે

 

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાવાની છે. આ એક ભવ્ય સમારોહ હશે. આ સમારોહ પર વિશ્વ આખાની નજર હશે. ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં રાજદૂતો અને સાંસદો સહિત 55 દેશોના લગભગ 100 મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

વિદેશથી આવનારા મહેમાનોમાં સૌથી વધુ લોકપ્રિય નામ ડો.ભરત બારાઈનું છે. ડો. બરાઈ, વ્યવસાયે ઓન્કોલોજિસ્ટ, એ જ વ્યક્તિ છે જેમણે 2014ની શરૂઆતમાં અમેરિકામાં નરેન્દ્ર મોદી માટે વિઝાની મંજૂરીની હિમાયત કરી હતી.

આ ઉપરાંત, ઇન્ડિયાનામાં નોકિયા બેલ લેબ્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ, નોર્વેના સાંસદ, ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિક, ફિજીયન ઉદ્યોગપતિ અને એક સંત જેમણે કેરેબિયનમાં હિન્દુ શાળાઓની સ્થાપના કરી છે. તેઓ એ 100 આંતરરાષ્ટ્રીય મહેમાનોમાં સામેલ છે જેમને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આમંત્રિતોમાં નોંધપાત્ર છે કોરિયન રાણી, જે પ્રભુ શ્રી રામના વંશજ (ભગવાન રામના વંશજ) હોવાનો દાવો કરે છે. તમને જણાવી દઈએ કે રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે વિશ્વ હિન્દુ પરિષદના ગેસ્ટ લિસ્ટમાં અમેરિકા, બ્રિટન, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિત 53 દેશોના મહેમાનો સામેલ છે. અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ મહેમાનોની સૂચિનો લગભગ એક તૃતીયાંશ છે. આ ઉપરાંત હોંગકોંગમાંથી પાંચ, દક્ષિણ કોરિયા, મલેશિયા અને બ્રિટનમાંથી ત્રણ-ત્રણ અને જર્મની અને ઈટાલીમાંથી બે-બે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

VHPના સંયુક્ત મહાસચિવ સ્વામી વિજ્ઞાનાનંદે જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો 20 જાન્યુઆરીએ લખનૌ આવશે અને 21 જાન્યુઆરીએ અયોધ્યા જશે.
 

Tags :