UPI યુઝર્સને હેલ્થ-એજ્યુકેશનમાં RBIની મોટી ભેટ, હવે એક સાથે કરી શકાશે આટલા લાખો રુપિયાનું પેમેન્ટ

RBI on UPI: આરબીઆઈની નવી પોલીસમાં યૂપીઆઈ ટ્રાન્જેક્શનની લિમિટ વધારવામાં આવી છે. હોસ્પિટલના બીલ અને એજ્યુકેશનમાં ફી ચૂકવવા માટે લિમિટ વધારવામાં આવી છે. જેથી હવે રોકડાનો વ્યવહાર ઓછો થઈ જશે.

Share:

હાઈલાઇટ્સ

  • યુપીઆઈ યુઝર્સને આરબીઆઈએ આપી એક મોટી ભેટ
  • હોસ્પિટલ-સ્કૂલો-કોલેજોમાં કરી શકાશે પાંચ લાખ રુપિયા સુધીનું પેમેન્ટ
  • એક સાથે હવે પાંચ લાખ રુપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે

RBI Monetary Policy: દેશમાં યુપીઆઈના પ્રયોગને વધુ વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરી રહ્યું છે. આ જ કારણે છે કે દર મહિને યુપીઆઈ ટ્રાન્જેક્શનની સંખ્યા વધતી જઈ રહી છે. આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે શુક્રરવારે મોનિટરી પોલીસી મિટિંગની જાહેરાત કરતા રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નહીં. સાથે જ તેઓએ હોસ્પિટલ અને એજ્યુકેશનમાં યુપીઆઈ ટ્રાન્જેક્શનની લિમિટ પણ વધારીને પાંચ લાખ રુપિયા કરી દીધી છે. આ રીતે આરબીઆઈએ યુપીઆઈ યુઝર્સને એક મોટી ભેટ આપી છે. 

હોસ્પિટલ અને એજ્યુકેશન માટે સુવિધા 
આરબીઆઈએ એક નવો નિર્ણય લીધો છે અને હવે એજ્યુકેશન તથા હોસ્પિટલોમાં વધારે પેમેન્ટ કરી શકાશે. નવી નીતિ મુજબ હવે આ જગ્યાઓએ પ્રતિ ટ્રાન્જેક્શન એક લાખ રુપિયાના બદલે પાંચ લાખ રુપિયા સુધીનું પેમેન્ટ યુપીઆઈ દ્વારા કરી શકાશે. આ નિર્ણયથી આ સંસ્થાઓમાં યુપીઆઈના વપરાશને વેગ મળશે. હોસ્પિટલોના બિલ અને સ્કૂલ-કોલેજોની ફી જમા કરવા માટે પડતી મુશ્કેલીઓ ઘટી જશે. 

લોનના ઈએમઆઈ પર કોઈ રાહત નહીં 
આરબીઆઈએ મોનિટરી પોલિસીમાં રેપો રેટ અને બીજા નીતિગત રેટોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેના કારણે લોનના ઈએમઆઈમાં કોઈ રાહત નહીં મળે. બેંકોને સમાન દરે લોન મળતી રહેશે. આવું સતત ચોથીવાર બન્યું છે કે, આરબીઆઈએ પોતાની નીતિગત પોલિસીમાં કોઈ ફેરફાર કર્યો નથી. 
 
5.40 ટકા મોંઘવારી દર 
શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2024માં રિટેલ મોંઘવારી દર 5.40 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ 2023માં આરબીઆઈને મોંઘવારી રેટમાં ઉતાર ચઢાવ જોયો હતો. તેમ છતા પણ મોંઘવારીનું અનુમાન વધાર્યું નહોતું.