Lok Sabha Election 2024: જો ભાજપ 400 સીટ જીતે તો..કોંગ્રેસના સામ પિત્રોડાની ચેતવણી

સામ પિત્રોડા પોત્રોડા પોતાના નિવેદનના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે તેઓએ એક ઈન્ટરવ્યૂમાં ભાજપને લઈ મોટી વાત કરી હતી અને પોતાની સલાહ રજૂ કરી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • સામ પિત્રોડાએ કહ્યું, ઈવીએમ ખરેખર ચિંતાનો વિષય છે
  • નહીં તો ભાજપ 400 સીટનો આંકડો પાર કરી શકે છે
  • ધર્મ એ ખૂબ જ વ્યક્તિગત વિષય છે એને જનતા પર છોડો

નવી દિલ્હીઃ EVM પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ કહ્યું કે, જો EVM સાથે સંકળાયેલા મુદ્દાઓનું સમાધાન કરવામાં નહીં આવે તો ભાજપ 2024 લોકસભા ચૂંટણીમાં 400થી વધારે સીટ જીતી શકે છે. ચૂંટણી ભારતના ભાગ્યનો નિર્ણય કરશે. ચૂંટણી પંચ હંમેશા EVMને લઈને ઊભી થયેલી શંકાઓને હંમેશા નકારે છે. જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ સતત EVM પર સવાલ ઉઠાવતા આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ અનેકવાર દાવા કરવામાં આવ્યા છે કે મશીન પર વિશ્વાસ કરી શકીએ નહીં. કેટલાંક નેતાઓ વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ આ વાત કરી હતી. 

તો 400નો આંકડો..
સામ પિત્રોડાએ એવું કહ્યું કે, મારું માનવું છે કે લોકતંત્ર પાટા પરથી ઉતરી ગયુ છે અને આપણે વધારે પડતા આધિપત્યવાદી થઈ રહ્યા છે. આખો ખેલ એક વ્યક્તિનો થઈ ગયો છે. જો ભાજપ 400 સીટ જીતે છે તો સારી વાત છે. પણ આ નિર્ણય દેશવાસીઓ કરશે. ચૂંટણી પહેલાં ઈવીએમ યોગ્ય કરવું પડશે. જો ઈવીએમ યોગ્ય નહીં હોય તો ભાજપ 400નો આંકડો પાર કરી શકે છે. જો ઈવીએમ યોગ્ય હશે તો પછી વાત દૂર રહી. 

એને જનતા પર છોડો 
રામ મંદિર વિશે પોતાની ટિપ્પણીમાં સામ પિત્રોડાએ કહ્યું કે, રામ મંદિર વિશેના મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું. હું આમ તો માળખાકીય રીતે બંધારણનું રક્ષણ કરું છું. હું કહી રહ્યો છું કે ધર્મ ખૂબ જ વ્યક્તિગત વિષય છે. એને જનતા પર છોડવો જોઈએ. તમે ઉત્સવ મનાવો. લોકો જે ઈચ્છે એ મુજબ મનાવો. પણ તમે રાજકારણને વધુ મુશ્કેલ ન બનાવો.