શાહરૂખના આ ફેમસ ડાયલોગને સમીર વાનખેડેએ, 'રોડ સાઈડ ડાયલોગ' ગણાવ્યો!

સમીર વાનખેડેએ કહ્યું કે, આર્યન ડ્રગ્સ કેસ પહેલા મારા શાહરૂખ સાથેના સંબંધો હંમેશા સોહાર્દપૂર્ણ રહ્યા છે

Share:

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને તેના પ્રશંસકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મે ખૂબ જ ધૂમ મચાવી હતી. વિક્રમ રાઠોડનો એ સંવાદ... बेटे को हाथ लगाने से पहेले ને આર્યન ખાન મામલે એક કટાક્ષ તરીકે ગણાવવામાં આવ્યો છે. શાહરૂખના પુત્ર આર્યનને કથિત રીતે ડ્રગ્સ લઈ જવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને તમામ આરોપમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. આર્યન કેસની તપાસના પ્રભારી અધિકારી સમીર વાનખેડેએ જવાન ફિલ્મના સંવાદને લઈને કહ્યું છે, આ રોડ સાઈડ ડાઈલોગ છે. સીધી રીતે એવું કહી શકાય કે, સમીર વાનખેડેએ આ ડાયલોગને વલ્ગર ગણાવ્યો છે. 

મીડિયા સાથેની વાતચીતમાં સમીર વાનખેડેએ આ સંવાદ પર પ્રતિક્રિયા આપતા તેને વલ્ગર ટાઈપ ગણાવ્યો હતો. સમીર વાનખેડેએ કહ્યું કે, હું ન તો ફિલ્મો જોવું છું અને ન તો કોઈ ડાયલોગ સાંભળું છું. હું આ ફિલ્મ વિશે કંઈજ નથી જાણતો. પરંતુ કોઈએ આ વાત પર મારા પર ટાંકી છે તો હું તેને અંગ્રેજીમાં જવાબ આપીશ. “I have burnt many houses and bridges and I have danced on those burnt houses and bridges so I fear no hell so please don’t scare me.”

જ્યારે સમીર વાનખેડેને આર્યન ખાનના કેસ પહેલાના શાહરૂખ સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, અમારા સંબંધો હંમેશા સોહાર્દપૂર્ણ રહ્યા છે. સમીર વાનખેડેએ કહ્યું કે, હું આ મામલે કોઈ જ નિવેદન નહીં આપું. પરંતુ જ્યારે અમે આર્યનના કેસ પહેલા બે-ત્રણ વાર મળ્યા તો શાહરૂખનો વ્યવહાર સારો હતો. શાહરૂખ મને સારી રીતે જાણતા હતા અને હું પણ તેમને સારી રીતે જાણતો હતો.