લોકસભાની સુરક્ષામાં ફરી એકવાર ભયંકર છીંડુ! આરોપીઓની કરાઈ ધરપકડ

બંને અજાણ્યા શખ્સો મુલાકાતીઓ માટેની ગેલરીમાંથી કુદીને સાંસદો વચ્ચે ફરવા લગ્યા હતા. તેમની પાસે ગેસનો બાટલો કેવી રીતે આવ્યો અને કેવી રીતે તે અંદર લઈ ગયા તે પણ પ્રશ્નો છે જેના જવાબ લખાય છે ત્યાં સુધી મળ્યા નથી.

Share:

હાઈલાઇટ્સ

  • બે ધુસણખોરો હાથમાં ગેસનો નાનો બાટલો લઈને લોકસભામાં ઘુસી ગયા, સાંસદો પર ગેસ છોડ્યો
  • બંન ધુસણખોરો કોઈ સ્લોગન બોલી રહ્યાં હોવાનો કોંગ્રેસના સાંસદ કાર્તી ચિદંબરમનો દાવો

ભારતીય લોકશાહીમા સ્તંભ અને પ્રતિષ્ઠા એવા સંસદ પર થયેલા ત્રાસવાદી હુમલાની 22મી વરસીએ લોકસભાની સુરક્ષામાં જબદસ્ત ગાબડું દેખાયું જ્યારે બે અજાણી વ્યકિતઓ પોતાના હાથમાં ગેસનો નાના બાટલો લઈને સાંસદોની વચ્ચે ફરવા લાગ્યા ઉપસ્થિત સાંસદો પર પીળા રંગનો ગેસ છોડ્યો હતો. જો કે રાંડ્યા પછીના ડાહપણની જેમ બંનેની પાછળથી ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અત્રે, ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બર 2001ના દિવસે સંસદ પર 5 હથિયારધારી ત્રાસવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી પોલીસ 6 જવાનો, 2 સંસદના સુરક્ષાકર્મીઓ અને એક માળીનુ મોત થયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને અજાણ્યા શખ્સો મુલાકાતીઓ માટેની ગેલરીમાંથી કુદીને સાંસદો વચ્ચે ફરવા લગ્યા હતા. તેમની પાસે ગેસનો બાટલો કેવી રીતે આવ્યો અને કેવી રીતે તે અંદર લઈ ગયા તે પણ પ્રશ્નો છે જેના જવાબ લખાય છે ત્યાં સુધી મળ્યા નથી. ઘટના થતાંની સાથે જ ગૃહની કાર્યવાહીને તત્વરે સ્થગિત કરી દેવામાં આવી હતી અને તમામ સાંસદને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું છે.

બે પૈકીનો એક ધુસણખોરે વાદળી-બ્લ્યુ રંગનું જેકેટ પહેર્યું હતુ. કેટલાક સાંસદોને આ વ્યકિત શંકાસ્પદ લાગતાં તેમણે તેમને અટકાવીને પુછ-પરછ કરી ત્યારે તેમણે યેલ્લો-પીળા રંગનો ગેસ છોડ્યો હોવાનું રહેવાય છે. 

કોંગ્રેસના સાંસદ કાર્તી ચિદંબરમે જણાવ્યું હતુ કે, બે પૈકીનો એક વ્યક્તિ સ્પીકરની ચેર તરફ ધસી ગયો. બંને કોઈ સ્લોગન બોલી રહ્યાં હતા. સંસદ પર હુમલો થયાની 22મી વરસીએ આવી ઘટના બનવી એ સારો સંકેત નથી. આ ભારતની સંસદની સુરક્ષામાં ગંભીર છેદ છે.

દરમિયાનમાં એક મહિલા અને પુરુષ પણ સંસદ ભવનની બહાર પીળા રંગના ગેલ કેનિસ્ટર સાથે પકડાયા હતા. પોલીસ અને અન્ય સુરક્ષાકર્મીઓએ તેમની ધરપકડ કરીને પૂછપરછ ચાલુ કરી છે.

સાંસદોએ હિંમત કરીને આરોપીને પકડ્યા

સાંસદ મનોજ કોટક અને મલુક નાગરે આ બંને યુવકોને પકડ્યા હતા. તેના પછી સુરક્ષાકર્મીઓેએ તેમના પર કાબૂ મેળવ્યો. આ ઘટના વિશે જાણકારી આપતાં મલુક નાગરે કહ્યું કે શૂન્યકાળ વખતે આ બંને યુવકો કૂદીને આવ્યા હતા. બંનેના કૂદવાની ધડામ દઈને અવાજ આયો. એવામાં મને લાગ્યું કે કોઈને પગ લપસી ગયો છે. જેવા જ ઉપર જોયું તો બીજો પણ કૂદ્યો. ત્યારે લાગ્યું કે આ લોકોનો ઈરાદો ગરબડ છે. બંને આરોપીઓમાંથી એકનું નામ છે સાગર શર્મા અને બીજાનું નામ મનોરંજન હોવાનું જણાવાયું છે.