કન્ફર્મ! રામ મંદિરમાં 5 વર્ષ જૂની મૂર્તિનું જ થશે સ્થાપન, પસંદગી પ્રક્રિયા પૂર્ણ

PM મોદી આજે અયોધ્યામાં છે અને રામ મંદિર માટે જે મૂર્તિની પસંદગી થવાની હતી એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે પાંચ વર્ષ જૂની આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે.

Share:

હાઈલાઇટ્સ

  • ભગવાન રામની મૂર્તિની પસંદગી પ્રક્રિયા થઈ પૂરી
  • પાંચ વર્ષ જૂની મૂર્તિનું મંદિરમાં થશે સ્થાપન
  • 22 જાન્યુઆરીએ 12.20 વાગે થશે સ્થાપન

અયોધ્યાઃ આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રણ મૂર્તિઓ બનીને તૈયાર છે અને ત્રણેય અલગ અલગ શિલ્પકારો દ્વારા બનાવવામાં આવી છે. મંદિરમાં એક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મૂર્તિની પસંદગી કેવી રીતે થશે. 

આવતા મહિને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્ર્સ્ટી બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાએ કહ્યું કે, ભગવાન રામ લલ્લાની મૂર્તિની પસંદગી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આ આ મૂર્તિની સર્વાનુમતે પસંદ થઈ છે. મૂર્તિનું સ્થાપન આગામી મહિને થવાનું છે. ત્યારે ભગવાન રામની મૂર્તિ નક્કી કરવા માટે મતદાન પ્રક્રિયા આયોજિત કરવામાં આવી હતી. શુક્રવારરે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની બેઠક થઈ હતી અને આગામી મહિને ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં તેનું સ્થાપન થશે. આ સાથે જ તેઓએ જણાવ્યું કે, ભગવાન રામની મૂર્તિની પસંદગી પ્રક્રિયા પૂરી થઈ છે. 
 
મૂર્તિના માપદંડ 
મૂર્તિ પસંદગી પ્રક્રિયાના માપદંડો વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો બિમલેન્દ્રએ કહ્યું કે, મૂર્તિ તમારી સાથે વાત કરે છે. કારણ કે એક વાર જ્યારે તમે તેને જોશો તો તમે મંત્રમુગ્ધ થઈ જશો. તો સચિવ ચંપત રાવે કહ્યું કે, ભલે મૂર્તિઓ એક સાથે રાખવામાં આવે, પણ નજર તો તેના પર જ ટકી રહેશે, જે સૌથી સારી હશે. સંયોગ પણ એવા બની રહ્યા છે કે, મને એક મૂર્તિ પસંદ આવી હતી અને મેં તેને વોટ આપ્યો હતો. 
 
22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 
મહત્વનું છે કે, રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાશે. બપોરે 12.20 વાગે મૂર્તિનું સ્થાપન થશે. આ શુભ કાર્ય ગર્ભગૃહમાં આયોજિત કરાશે. જે ભગવાન રામના પાંચ વર્ષીય બાળરુપને પ્રદર્શિત કરશે. એ પછી ભગવાન રામના દર્શન માટે ભક્તો માટે મંદિર ખુલ્લુ મૂકાશે.