Share Market: શેરબજારમાં ભારે તેજી, સેંસેક્સ રેકોર્ડ 71000ના સ્તરે અને નિફ્ટી પણ પહેલીવાર 21300ને પાર

Share Market: સવારે 9.44 વાગે સેંસેક્સ 0.23 ટકાના વધારા સાથે 70701.76ના સ્તરે પહોચ્યો હતો. જ્યારે નિફ્ટી 21204ના સ્તરે પહોંચ્યો હતો. આ વખતે બંનેએ રેકોર્ડ બ્રેક ઓપનિંગ કર્યુ હતુ.

Share:

હાઈલાઇટ્સ

  • શુક્રવારે સેંસેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો
  • સેંસેક્સ 71 હજારની સપાટીએ અને નિફ્ટી 21 હજારની સપાટીએ
  • કેટલાંક શેરોમાં ભારે ઉછાળો અને કેટલાંકમાં ઘટાડો જોવા મળ્યો

Share Market: ઘરેલુ શેરબજારમાં રેકોર્ડ પર આગળ વધવાનો સિલસિલો યથાવત છે. અઠવાડિયાના છેલ્લા દિવસે સેંસેક્સમાં 300 આંકનો વધારો જોવા મળ્યો હતો. તો નિફ્ટી પણ 21250ને પાર પહોંચી ગયુ હતું. સવારે 9.44 વાગે સેંસેક્સમાં 165.040 એટલે કે 0.23 ટકાનો વધારો જોવા મળ્યો તો અને એ સાથે તે 70701.76ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 58.15 એટલે કે 0.27 ટકાના અંક સાથે વધીને 21240.85ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. 

રેકોર્ડ સ્તરે પહોંચ્યા 
સવારે થોડી વાર પછી આમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 10.25 વાગે સેંસેક્સ 71063ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 21350ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયુ હતુ. જેના કારણે બજારમાં 30માંથી 24 શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ રીતે બંનેની ઓપનિંગ થતા રોકાણકારોમાં પણ ખુશી અને બજારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, છ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

કયા શેરોને લાભ?
સેંસેક્સની કંપનીઓમાં  જેએસડબ્યુ સ્ટીલ, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, એચસીએલ ટેકેનોલીજીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, સન ફાર્મા, ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર લાભમાં રહ્યા હતા. નેસ્લે, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને અલ્ટ્રા ટેક સિમેન્ટના શેરમાં નુકસાન જોવા મળ્યું હતું. 

કયા શેરો નુકસાનમાં? 
આજે બજારમાં ઈન્ફોસિસ, હિન્ડાલ્કો, જેએસડબ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને ઓએનજીસી નિફ્ટી પર ટોપ ગેનર રહ્યા હતા. એચડીએફસી લાઈફ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ, નેસ્લે અને બ્રિટાનિયા નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ થયા હતા. 

Tags :