Stock Market: સેન્સેક્સ પ્રથમ વખત 72 હજારને પાર, રોકાણકારોને લોટરી લાગી

છેલ્લા ઘણા સમયથી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે અને બુધવારે પણ તે ઓલટાઈમ હાઈ પર બંધ થયો.

Share:

હાઈલાઇટ્સ

  • સેન્સેક્સ 701 પોઈન્ટના ઉછાળા સાથે 72038 પર બંધ
  • નિફ્ટીએ પણ મજબૂતી બતાવીને 213 પોઈન્ટ ઉછળ્યો

ભારતીય શેરબજારે ફરી એકવાર નવી ઓલ ટાઈમ હાઈ લેવલ બનાવી છે. શેરબજારમાં આજે તોફાની ઉછાળો જોવા મળ્યો છે. બજાર રેકોર્ડ ઊંચાઈ સાથે બંધ થયું છે. ભારતીય શેરબજાર આજે એટલે કે બુધવારે સતત ચોથા દિવસે લીલા નિશાનમાં બંધ થયું છે. આ સમયગાળા દરમિયાન માત્ર સેન્સેક્સ અને નિફ્ટીએ માત્ર મજબૂતી નથી દર્શાવી પરંતુ બજાર પણ નવા ઓલ ટાઈમ હાઈ પર બંધ થવામાં સફળ રહ્યું. પ્રથમ વખત સેન્સેક્સ 701.63 પોઈન્ટ એટલે કે 0.98%ના વધારા સાથે 72,038.43 પર બંધ થયો હતો. બીજી તરફ, પ્રથમ વખત નિફ્ટી 213.41 પોઈન્ટ્સ એટલે કે 1.00% મજબૂત થઈને 21,654.75ની રેકોર્ડ હાઈ પર બંધ થયો હતો. જેના કારણે બુધવારે રોકાણકારોને લોટરી લાગી ગઈ હતી.