Biharમાંથી 7 Pen Pistol ઝડપાતા પોલીસ દોડતી થઈ, હાઈ પ્રોફાઈલ મર્ડરમાં કેવી રીતે યુઝ થાય છે?

Pen Pistol: પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ પેન પિસ્તોલ ખૂબ જ ઘાતક છે. આવું હથિયાર પહેલીવાર મ઼ુંગેરમાં જોવા મળ્યું છે. પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • મુંગરેમાંથી પેન પિસ્તોલ ઝડપાતા પોલીસ વિભાગમાં હડકંપ
  • સાત પેન પિસ્તોલ સાથે ત્રણ લોકોને પોલીસે ઝડપ્યા
  • 29 હજારના ભાવેથી એક પેન ખરીદવામાં આવી હતી

મુંગેરઃ બિહારના મુંગેરમાંથી પોલીસે એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે કે, જે પશ્ચિમ બંગાળથી બિહારમાં ઘાતક પેન પિસ્તોલ ખરીદવા-વેચવા માટે આવ્યો હતો. આ મામલે પોલીસે અશોક સ્તંભ પાસેથી ત્રણ લોકોને આ પેન પિસ્તોલનું ખરીદ વેચાણ કરતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે સાત પેન પિસ્તોલ, 14 જીવતા કારતૂસ, ત્રણ મોબાઈલ અને એક બાઈક તથા 1.90 લાખ રોકડા કબજે કર્યા છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. પોલીસ પણ હવે દોડતી થઈ છે. ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવું પણ કહેવામાં આવે છે કે, હાઈ પ્રોફાઈલ મર્ડર માટે આ પેનનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
પેન પિસ્તોલ સાથે ત્રણને ઝડપ્યા 

બનાવની વિગતો એવી છે કે, સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ધીરેન્દ્ર પાંડેને સૂચના મળી હતી કે, અશોક સ્તંભ પાસે ગેરકાયદે હથિયારનું ખરીદ વેચાણ થવાનું છે. આ દરમિયાન પોલીસને જોઈને બાઈક પર સવાર ત્રણ લોકો ત્યાંથી ફરાર થઈ રહ્યા હતા. પોલીસે ત્રણેયનો પીછો કરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે જ્યારે તેમની તપાસ કરી તો બેગમાંથી હથિયાર, કારતૂસ અને રુપિયા મળી આવ્યા હતા. 

પેનની કિંમત આટલી 
પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીમાં મોહમ્મદ જમશેર મુફસ્સિલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારનો રહેવાસી છે. તો અરમાન મંડલ અને વિલાલ મંડલ પશ્ચિમ બંગાળના ગોપાલનગરના રહેવાસી છે. તેઓએ જણાવ્યું કે, અરમાન અને વિલાલ પશ્ચિમ બંગાળથી આ હથિયાર ખરીદવા માટે મુંગેર આવ્યા હતા. જ્યારે આરોપી મોહમ્મદ જમશેર હથિયાર પૂરા પાડવાનું કામ કરે છે. એક પેન પિસ્તોલની કિંમત રુપિયા 29 હજારથી ખરીદવામાં આવી હતી.