"તારી કમ્મરમાં હાથ નાખ્યો તો મે?" કહી પોલીસે મહિલાને ભયંકર ગાળો બોલી

તારી ઉપર કેસ કરીને તારી હાલત ખબાર કરી નાખીશ કહી ઘમકી ઓપતો રહ્યો પોલીસ જવાન પોલીસ સ્ટેશનમાં જ બનેલી ઘટનામાં અન્ય પોલીસ જવાનો અટકાવતાં રહ્યાં અને મહિલાની આબરુ ઉડતી રહી

Share:

હાઈલાઇટ્સ

  • વિડીયો વાયરલ થયા બાદ, પોલીસે આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી
  • ખાખીનો ખોટો રોફ જમાવતો પોલીસ કર્મચારી

સત્તાના ઉન્માદમાં પોલીસ પોતાની મર્યાદા ભૂલી જાય છે એવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે અને સાૈથી વધારે ભોગ તેમા મહિલાઓ બને છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આવી જ એક ઘટના બહાર આવી છે જ્યાં એક પોલીસ સ્ટેશનનો જ શરમજનક વિડીયો સામે આવ્યો છે. આ કહેવાતા વિડીયોમાં એક પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશનમાં અન્ય એક મહિલાને ભયંકર અપશબ્દો અને ગાળો બોલતો નજરે આવે છે અને એટલું ના હોય તેમ આ પોલીસ જવાન મહિલાને કેસમાં ફસાવી દેવાની પણ ઘમકી આપી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. વિડીયો પ્રમાણે મહિલા અને પોલીસ બંન્ને વચ્ચે પૈસાની લેવડ-દેવડ મામલે ઝઘડો થયો હતો.

પોલીસ સ્ટેશનમાં વાત ચાલી રહી હતી, એ દરમિયાન આ પોલીસ જવાન એટલો ગુસ્સામાં આવી ગયો કે, મહિલાને "તારી કમરમાં મે હાથ નાખ્યો હતો? " તેવું રહી અપ શબ્દો બોલવા લાગ્યો. પોલીસ કર્મચારીએ અન્ય પોલીસ કર્મચારીઓ સામે જ મહિલાને અભદ્ર ગાળો આપવાની શરૂ કરી. આ સાથે જ આ પોલીસ જવાને મહિલાને ધમકી પણ આપી કે, તારા પર 10 બીજી કલમો લગાવીને તને ફસાવી દઈશ. આ આખીય ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ આખીય ઘટના કોઈએ કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. હવે આ વિડીયો વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ, પોલીસે આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી લીધી છે. લખનઉ પોલીસના અધિકારીક સોશિયલ મીડિયા સાઈટ X ના અકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરીને પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના કૃષ્ણા નગરની વિજય નગર ચોકીની છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે પૈસાની લેવડ-દેવડ થઈ હતી અને બાદમાં આ જ મામલે વિવાદ થયો હતો. મહિલા અને પોલીસ કર્મચારી વચ્ચે માથાકુટ થયા બાદ, સિપાહીએ મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.