હલાલ મિટ છોડો, માત્ર ઝટકા મિટ ખાઓઃ કેન્દ્રીય મંત્રીની હિંદુઓને સલાહ!

જ્યારે હિંદુઓ જાનવરની બલી આપે છે તો તેઓ એક જ ઝાટકે તે જાનવરનો વધ કરી નાંખે છે. એટલા માટે તેમણે હલાલ માંસ ખાઈને પોતાને ભ્રષ્ટ ન કરવા જો: ગિરિરાજ સિંહ

Share:

કેન્દ્રીયમંત્રી અને ભાજપના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હિંદુઓએ હલાલ માંસ ખાવાનું છોડી દેવું જોઈએ. તેમ માત્ર અને માત્ર ઝટકા વાળુ માંસ ખાવું જોઈએ. આ ઝટકા વાળા માંસમાં જાનવરનો વધ એક જ ઝાટકો મારીને કરી દેવામાં આવે છે. ભાજપના નેતાએ પોતાના સંસદીય ક્ષેત્ર બેગુસરાયમાં સમર્થકોને કહ્યું કે, બધા એ વાતની પ્રતિજ્ઞા લે કે હવેથી હલાલ માંસ ખાઈને પોતાનો ધર્મ ભ્રષ્ટ નહીં કરે.


સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે, મુસ્લિમોને લઈને કડક નિવેદન આપનારા ગિરિરાજ સિંહે મુસ્લિમોના વખાણ કર્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, હું એ તમામ મુસ્લિમોના વખાણ કરું છું કે જેમણે નક્કી કર્યું છે કે તેઓ માત્ર હલાલ માંસ ખાશે. હવે હિંદુઓએ પણ પોતાની ધાર્મિક પરંપરાઓ પ્રત્યે આ જ પ્રકારની પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ. મુસ્લિમ સમુદાયમાં ઝટકા વાળુ માંસ ખાવું પ્રતિબંધિત છે. આ જ કારણથી તેઓ માત્ર હલાલ માંસનું સેવન કરે છે.

હિંદુઓએ માત્ર ઝટકા માંસ ખાવું જોઈએઃ ગિરિરાજ સિંહ 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જ્યારે હિંદુઓ જાનવરની બલી આપે છે તો તેઓ એક જ ઝાટકે તે જાનવરનો વધ કરી નાંખે છે. એટલા માટે તેમણે હલાલ માંસ ખાઈને પોતાને ભ્રષ્ટ ન કરવા જોઈએ. તેમણે હંમેશા ઝટકા માંસ જ ખાવું જોઈએ. ગિરિરાજ સિંહે એવા કતલખાના વિકસાવવાની માંગ કરી કે જ્યાં માત્ર જાનવરોનો વધ ઝટકા પદ્ધતિથી થાય અને માત્ર ઝટકા માંસ વેચનારી દુકાનો હોય.

Tags :