પ્યાર ઈશ્ક ઔર ઘોખા.. Divya Pahujaના પૂર્વ પ્રેમી સંદીપ ગાડોલીની એન્કાઉન્ટરની સ્ટોરી ચોંકાવી દેશે

દિવ્યા નાની ઉંમરમાં પ્રેમમા પડી કે પછી કોઈએ તેને ફસાવી. એ આખી વાતનો ખુલાસો તેના પૂર્વ પ્રેમીએ પોલીસ તપાસમાં કર્યો છે અને તે પણ ચોંકાવનારો છે.

Share:

હાઈલાઇટ્સ

  • દિવ્યા નાની હતી અને એ સમયે તેની ઉંમર 18 વર્ષ હતી
  • એ એક ગેંગસ્ટરના સંપર્કમાં આવી અને પછી વળાંક આવ્યો
  • આ વળાંક તેની જીંદગીને ભરખી ગયો અને અંતે તેની હત્યા થઈ

મુંબઈઃ એક સુંદર અને સરસ મોડલની હત્યા થઈ ગઈ, એ પણ નવા વર્ષના બીજા દિવસે. દિવ્યાની આ ખબર સામે આવી ત્યારે આખુ ભારત તેને ઓળખી ગયું. એ પછી એની નવી નવી તસવીરો સામે આવી અને લોકો પણ તેના પર ફિદા થઈ ગયા. આમ તો દિવ્યાનો અંદાજ અને સ્ટાઈલ લોકોને મોહી લેતો હતો, પણ હત્યા બાદ એની લોકપ્રિયતા વધી ગઈ. હવે એના પૂર્વ પ્રેમીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એ પણ ગેંગસ્ટર હતો. હવે આ સ્ટોરી વિશે અમે તમને જણાવીશું. 

આ રીતે સંપર્કમાં આવી 
જ્યારે દિવ્યા પાહૂજા 18 વર્ષની હતી ત્યારે તેની દોસ્તી ગેંગસ્ટર સંદીપ ઉર્ફે અમિત સાથે થઈ હતી. આમ તો સંદીપ ગાડોલીનો રહેવાસી હતો. એટલા માટે તેને સંદીપ ગાડોલી તરીકે ઓળખવામાં આવતો હતો. દિવ્યાની નજરની સામે જ તેની હત્યા થઈ ગઈ. એન્કાઉન્ટર હરિયાણા પોલીસે મુંબઈમાં કર્યુ હતુ. પણ તેમ છતા તેને હત્યા ગણવામાં આવી હતી. 

ગેંગસ્ટરનો ખાતમો કરવાનો પ્લાન 
આ વાત 10 વર્ષ પહેલાંની છે. એ સમયે સંદીપનુ રાજ ચાલતુ હતુ. એ સમયે બિંદુર ગુર્જર પણ ત્યાં પગપેસારો કરવા માગતો હતો એ પછી બંને વચ્ચે મતભેદ થવા લાગ્યા. બિંદરને હવે ગુરુગ્રામ જોઈતુ  હતુ. પણ તે એક વાત સારી રીતે જાણતો હતો કે, તે સંદીપને ટક્કર આપી શકશે નહીં. એ પછી તેણે પોલીસ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો. 

પછી કાંડ થયો 
બરાબર એ જ સમયે દિવ્યાની એન્ટ્રી થઈ. એ સમયે દિવ્યા ગુરુગ્રામમાં રહેતા મનીષ ખુરાનાને ડેટ કરતી હતી. મનીષની બર્થડે પાર્ટીમાં સંદીપની નજર દિવયા પર પડી હતી. એ પછી દિવ્યા જે કહે એ જ સંદીપ કરતો હતો. પણ ધીરે ધીરે આ પ્રેમ પ્રસંગ આગળ વધ્યો. મુંબઈ પોલીસનું માનીએ તો દિવ્યા જ હતી કે જેણે તમામ વાતોને પોલીસ સાથે શેર કરી. એના પછી તે ધીરે ધીરે આગળ વધતી ગઈ અને આખરે તે જેલમાં બંધ એક ગુનેગારના સંપર્કમાં આવી. પછી તે હોટલ માલિક અભિજીતના સંપર્કમાં આવી. પછી તે તેની સાથે લિવ ઈનમાં રહેવા લાગી. જ્યારે દિવ્યાએ તેનો ન્યૂડ વીડિયો ઉતાર્યો અને ત્યાં જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. પછી તેની હત્યા થઈ ગઈ.