શ્રીરામ માત્ર હિંદુઓના નથી આખા વિશ્વના છેઃ રામ મંદિર નિર્માણ પર ફારુખ અબ્દુલ્લાનું નિવેદન

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ભગવાન રામે ભાઈચારો, મહોબ્બત અને બીજાની સહાયતા કરવાની વાત કરી હતી. 

Share:

હાઈલાઇટ્સ

  • હું પહેલા જ કહી ચૂક્યો છું કે હું મંદિર નિર્માણથી ખુશ છું: ફારૂક અબ્દુલ્લા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2022 ના રોજ અયોધ્યામાં બનેલા ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન કરશે

નેશનલ કોન્ફરન્સના સાંસદ અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ અયોધ્યાના શ્રીરામ મંદીર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જે લોકોએ રામ મંદિર બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે તેમને હું ધન્યવાદ આપું છું. સાથે-સાથે તેમને એપણ કહેવા માંગુ છું કે, રામ માત્ર હિંદુઓના નથી પરંતુ આખા વિશ્વના રામ છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ભગવાન રામે ભાઈચારો, મહોબ્બત અને બીજાની સહાયતા કરવાની વાત કરી હતી. 

અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણનું સ્વાગત કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, રામ મંદિર નિર્માણ પાછળ જે પણ લોકો છે હું તેમની સરાહના કરૂ છું. તેમણે કહ્યું કે, ભગવાન રામે ભાઈચારો અને પ્રેમ તેમજ એકતાની વાત કરી છે. અને આ વાત તેમની સાથે જોડાયેલી ઈતિહાસની પુસ્તકોમાં લખેલી છે. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન રામ હંમેશા લોકોને ઉપર લાવવા પર અને આગળ લાવવા પર જોર આપતા હતા. તેમણે સાર્વભૌમિક સંદેશ આપ્યો. હવે આ મંદિર ખુલવા જઈ રહ્યું છે, તો બધા લોકોને હું કહેવા માંગુ છું કે ભાઈચારો રાખો. 

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, હું પહેલા જ કહી ચૂક્યો છું કે હું મંદિર નિર્માણથી ખુશ છું. અબ્દુલ્લાએ હ્યું કે, મેં પહેલા કહ્યું હતું કે ભગવાન રામ માત્ર ભારતીય જનતા પાર્ટીના નથી પરંતુ આખા વિશ્વના છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2022 ના રોજ અયોધ્યામાં બનેલા ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે દેશની અલગ-અલગ શખ્સીયતોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. 
 

Tags :