Lakshadweep: સમુદ્રમાં સ્નોર્કલિંગ, બીચ પર મોર્નિંગવોકઃ પીએમ મોદીએ શેર કર્યા photos!

પીએમ મોદીએ કહ્યું કે, લક્ષ્યદ્વીપની સુંદરતા અને શાંતિએ મને એ વાત પર વિચાર કરવાનો અવસર આપ્યો કે 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે હજી પણ વધારે મહેનત કેવી રીતે કરી શકાય. 

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીએ લક્ષ્યદ્વીપ પર સ્નોર્કલિંગ અને મોર્નિંગ વોક પણ કર્યું
  • વડાપ્રધાને લક્ષ્યદ્વીપમાં મોર્નિંગ વોકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અહીંયા પ્રાચીન સમુદ્ર તટો સાથે પ્રભાતની સેર કરવી એ શુદ્ધ આનંદની ક્ષણો હતી. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લક્ષ્યદ્વીપ પ્રવાસના અનુભવો શેર કર્યા છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ મને લક્ષ્યદ્વીપના લોકો વચ્ચે રહેવાનો અવસર મળ્યો. હું હજી પણ આ દ્વીપોની અદભુત સુંદરતા અને અહીંયાના લોકોની અવિશ્વસનીય ગર્મજોશીથી આશ્ચર્યચકિત છું. 

Pm Modi
Pm Modi

પીએમ મોદીએ કહ્યું કે, મને અગત્તિ, બંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાત કરવાની તક મળી. હું દ્વીપના લોકોને તેમના આતિથ્ય માટે ધન્યવાદ કહું છું. પ્રાકૃતિક સુંદરતા સિવાય લક્ષ્યદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દેનારી છે. 

Pm Modi
Pm Modi

પીએમ મોદીએ કહ્યું કે, લક્ષ્યદ્વીપની સુંદરતા અને શાંતિએ મને એ વાત પર વિચાર કરવાનો અવસર આપ્યો કે 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે હજી પણ વધારે મહેનત કેવી રીતે કરી શકાય. 

Pm Modi
Pm Modi

પીએમ મોદીએ લક્ષ્યદ્વીપ પર સ્નોર્કલિંગ અને મોર્નિંગ વોક પણ કર્યું. તેમણે કહ્યું કે, જે લો પોતાની અંદરના રોમાંચને અપનાવવા માંગે છે તેમના માટે લક્ષ્યદ્વીપ આપના લિસ્ટમાં હોવું જોઈએ. વડાપ્રધાને કહ્યું કે, મેં મારા પ્રવાસ દરમિયાન સ્નોર્કલિંગ પણ કર્યું. આ એકદમ આનંદદાયક અનુભવ હતો. 
વડાપ્રધાને લક્ષ્યદ્વીપમાં મોર્નિંગ વોકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અહીંયા પ્રાચીન સમુદ્ર તટો સાથે પ્રભાતની સેર કરવી એ શુદ્ધ આનંદની ક્ષણો હતી.