શેર બજારમાં તોફાનઃ Sensex પહેલીવાર 70000ના ઐતિહાસિક રેકોર્ડ પર

Stock Market Update : શેર બજાર ઉઘડતાની સાથે જ જોરદાર તેજી જોવા મળી હતી. સેંસેક્સ પહેલીવાર 70000ની સપાટીને પાર પહોંચ્યો હતો. ઐતિહાસિક સપાટી વટાવતા બજારમાં ગરમાવો જોવા મળ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • સેન્સેક્સ પહેલીવાર 70000ના ઐતિહાસિક રેકોર્ડ પર
  • નિફ્ટીની શરુઆત પણ 0.054 ટકાની તેજી સાથે
  • અનેક શેરોમાં ફાયદો જોવા મળ્યો તો કેટલાંકમાં નુકસાન

Stock Market: આજે શેરબજારમાં વેપારની સામાન્ય શરુઆત થઈ હતી. આજે સેંસેક્સ 69,925.63ના લેવલ પર ખૂલ્યો હતો. પરંતુ થોડી વાર પછી એટલે કે સાડા વગ વાગે 200 અંકથી વધારાની તેજી સાથે 70000ના આંકડા પર પહોંચી ગયો હતો. આ સાથે જ સેંસેક્સે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. સેન્સેક્સ પહેલીવાર 70000ની પાર પહોંચ્યો હતો. આ સેંસેક્સનો ઓલ ટાઈમ હાઈ લેવલ છે.  

નિફ્ટીમાં પણ તેજી 
નિફ્ટીની શરુઆત પણ 0.054 ટકાની તેજી સાથે  20,980.80 પર વેપાર કરી રહ્યું હતું. એના થોડા સમય પછી 21000ના લેવલને પાર કરી ગયું હતું. આજે શરુઆતના વેપારમાં બીએસઈ સેન્સેક્સના 20 શેરોને ફાયદો થયો છે. જ્યારે 10માં ઘટાડો થયો છે. એનએસઈ નિફ્ટીના 27 શેરોમાં તેજી આવી છે અને 22 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. 

અચાનક તેજી આવી 
સવારે 10 વાગે 10 મિનિટે સેન્સેક્સ 122.67 આંક સાથે (0.18%)ની તેજી પર અને નિફ્ટી 32.35 અંક સાથે (0.15%) ની તેજી સાતે 21000ને સ્તર પર પહોંચીને વેપાર કરવા લાગ્યો હતો. ડોમેસ્ટિક શેર બજારમાં તેજી વચ્ચે સોમવારે શરુઆતી વેપારમાં અમેરિકી ડોલરની સરખામણીએ રુપિયો ત્રણ પૈસા વધ્યો હતો અને 83.37 પર પહોંચ્યો હતો. 

આ શેરોમાં ફાયદો 
નિફ્ટીની કંપનીઓમાં એસબીઆઈ, ઓનજીસી, ટેક મહિન્દ્રા, ઈંડસઈંડ બેંક અને કોલ ઈન્ડિયા મુખ્ય રીતે લાભ કરાવતા શેરોમાં સામેલ છે. જ્યારે મારુતિ સુઝુકી, સિપ્લા, ડો રેડ્ડીજ લેબ્સ, એશિયન પેઈન્ટ્સમાં નુકસાન જોવા મળ્યું હતું.