પત્નીને અકુદરતી સેક્સ માટે દબાણ કરવુ તે ક્રુરતા....

કેરાલાની હાઈકોર્ટે કહ્યુ કે પત્નીને તેેની મરજી વિરુદ્ધ અકુદરતી સેક્સ માટે દબાણ કરવું તે તેની ઉપર એક પ્રકારની ક્રુરતા છે

Courtesy: stock.adobe

Share:

હાઈલાઇટ્સ

  • કેરાલા હાઈકોર્ટે મહિલાની છુડાછેટાની અરજી માન્ય રાખી
  • કોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને સાઈડમાં મુક્યો

પત્નીને તેની મરજી વિરુદ્ધ અકુદરતી સેક્સ કરવા માટે દબાણ કરવું તે તેની પર શારીરિક અને માનસિક ક્રુરતા કહેવાય તેવું નોંધતાં, કેરાલાની હાઈકોર્ટે એક
મહિલાની છુટા છેડા માટેની અરજીને માન્ય કરી હતી. 

જસ્ટિસ અમિત રાવલ અને સીએસ સુધાની ડિવીઝન બેંચે પોતાનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, પતિના આવા વહેવારના કારણે જો પત્નીને દુખ થતું 
હોય તો તેને છુટાછેડા આપવાની સંમતિ મળવી જોઈએ. જો એક વ્યક્તિને તેની મરજી વિરુદ્ધ એવું કામ કરવામા માટે દબાણ કરવાામાં આવે જેના કારણે 
તેને દુખ થાય અને તેમ છતાં પતિને કરવા માટે દબાણ કર્યા કરે તો તેને શારિરીક અને માનસિક ક્રુરતા તરીકે ગણવામાં આવે. 

આ મહિલાએ ફેમિલી કોર્ટ દ્વારા તેની અરજી ફગાવી દેતાં હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. 2017માં ફેમિલી કોર્ટે તેના પતિ દ્વારા તેના લગ્નના સંબંધોને ફરીથી
સ્થાપવા માટે અરજીને માન્ય રાખી હતી. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ મહિલાના લગ્ન 2009માં થયા હતા. પરંતુ તેના પતિને રોજગાર અર્થે વિદેશ જવાનું હોવાના કારણે તેમનું લગ્ન જીવન ફક્ત 
17 દિવસ જ ચાલ્યું હતું. જો કે આ 17 દિવસના સમયગાળામાં તેની ઉપર જાતિય ક્રુરતા આચરવામાં આવતી હોવાનો તેણે આક્ષેપ કર્યો હતો અને એવો
આરોપ પણ મુક્યો હતો કે તે જ્યારે તેના પતિની ઈચ્છા પ્રમાણે નહોતી કરતી ત્યારે તેને મારવામાં આવતી હતી અને છેવટે તેને તેના સાસરી પક્ષ દ્વારા ઘરની
બહાર કાઢી મુકવામાં આવી હતી. 

આ કેસમાં રસપ્રદ વાત એ છે કે કોર્ટે અરજદારનું ક્રોસ એક્ઝામિનેશન કરવાની પણ જરૂર નહીં હોવાનું નોંધ્યું હતું અને કહ્યું હતું કે અરજદાર વધારે પ્રશ્નોના
ઉત્તર આપવાના માંગે તો તેમાં તેને દોષ આપી શકાય નહીં.