Heart Attack: સુરતમાં છાતીમાં દુઃખાવા બાદ બે યુવકોનાં અચાનક મોતથી હડકંપ

Surat Heart Attack: સુરતમાં બે લોકોને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. બંને વ્યક્તિઓને છાતીમાં દુઃખાવો થયો હતો. જે બાદ તેઓનાં મોત નીપજ્યા હતા. મહત્વનું છે કે, અગાઉ પણ સુરત સહિત સમગ્ર રાજ્યમાં આવા કિસ્સાઓ બની ચૂક્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • છાતીમાં દુઃખાવો થયા બાદ બે લોકોનાં મોત
  • છેલ્લાં છ મહિનામાં 1000થી વધુ લોકોનાં મોતનો રિપોર્ટ

Surat: રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ અટેકના કિસ્સાઓ વધી રહ્યાં છે. ભૂતકાળમાં પણ અનેક લોકોનાં મોત છાતીમાં દુઃખાવાથી કે હાર્ટ અટેકથી થયા છે. ત્યારે સુરતમાં બે વ્યક્તિઓને છાતીમાં દુઃખાવો થયા બાદ અચાનક મોત નીપજ્યા હતા. બંને લોકોનાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સુરતના અમરોલી વિસ્તારમાં 24 વર્ષીય યુવકને છાતીમાં દુઃખાવો થયો હતો અને બાદમાં તેનું અચાનક મોત નીપજ્યું હતું. જ્યારે હજીરા વિસ્તારમાં રહેતાં એક 42 વર્ષીય યુવકને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થયું હતું. મહત્વનું છે કે, છેલ્લાં કેટલાંક સમયથી નાની ઉંમરના લોકો સહિત ઉંમરલાયક લોકોમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધ્યું છે. હાર્ટ અટેકથી મોત થવાના કિસ્સાઓ વધતા નિષ્ણાંતો પણ ચિંતા અનુભવી રહ્યાં છે. મહત્વનું છે કે, છેલ્લાં છ મહિનામાં એક હજારથી પણ વધુ લોકોનાં હાર્ટ અટેકથી મોત થયા હોવાનો દાવો છે. 

છાતીમાં દુઃખાવા બાદ મોત 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરત શહેરમાં બે યુવકોનાં અચાનક મોત થયા બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતાં 24 વર્ષીય યુવકને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નીપજ્યું હતું. યુવકને છેલ્લાં બે ત્રણ દિવસથી છાતીમાં દુઃખાવો હોવોની ફરિયાદ હતી. યુવક એવું સમજતો હતો કે તેને એસિડીટી છે. એટલે એસિડીટીની દવા લઈને યુવક સૂઈ ગયો હતો. રાત્રે જમીને યુવકે દવા લીધી અને પછી સૂઈ ગયો હતો. સવારે તે ઉઠ્યો નહીં તો પરિવારે તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. યુવક ન ઉઠતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોત બાદ તેના પરિવારમાં પણ માતમ છવાયો હતો. 

સિક્યુરિટી ગાર્ડનું મોત 
તો સુરતના હજીરામાં રહેતા એક યુવકનું મોત પણ આ રીતે જ થયુ હતુ. 42 વર્ષીય યુવક સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. બપોરના સમયે યુવકને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સાંજે યુવકનું મોત નીપજ્યું હતું. 

1000થી વધુ લોકોનાં મોત 
રાજ્યમાં આ રીતે છાતીમાં દુઃખાવો થવો કે હાર્ટ અટેકના કારણે મોત થવાના કિસ્સાઓએ લોકોને જ નહીં પણ નિષ્ણાંતોને ચિંતા કરતા કરી દીધા છે. અગાઉ પણ આ રીતે અનેક લોકોનાં જીવ ગયા છે. નાના બાળકોથી માંડીને ઉંમરલાયક લોકોનાં મોત હાર્ટ અટેકથી થઈ રહ્યાં છે. જેથી તબીબો પણ લોકોનને કેટલીક સલાહ આપી રહ્યાં છે. નિષ્ણાંતો પણ લોકોને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવા, ધ્રુમ્રપાન ન કરવા, કસરત કરવા, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા સહિતની સલાહો આપી રહ્યાં છે.