મુસ્લિમો 18 %, આપણે માત્ર 2% પરંતુ...,સુખબીર સિંહ બાદલે શિખ સમાજને એકજૂટ થવા કરી અપીલ

શિરોમણી અકાળી દળના નેતા સુખબીરસિંહ બાદલે શિખ સમુદાયને એકજૂટ થવા માટે અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, તમે વિભાજીત થવાના બદલે એકજૂટ થાવ.

Share:

હાઈલાઇટ્સ

  • શિરોમણી અકાળી દળના ચીફે કહ્યું, દેશમાં મુસ્લિમો માત્ર 18 ટકા
  • શિખ સમુદાયની સંખ્યા માત્ર બે જ ટકા, એકજૂટ થવા અપીલ
  • કેજરીવાલ-ભગવંત માન પર લગાવ્યા પંજાબને લૂંટવાના આરોપ

નવી દિલ્હીઃ શિરોમણી અકાળી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તેઓએ સોમવારે સાંજે કહ્યું કે, તેઓ ભગવંત માનને શિખ માનતા નથી, કારણ કે તેઓ શિખોનો ઈતિહાસ જાણતા નથી. આ સિવાય તેઓએ એવું પણ કહ્યું કે, મુસ્લિમો 18 ટકા છે અને આપણે માત્ર 2 જ ટકા છીએ. શિખ સમાજે વિભાજીત થવાના બદલે એકજૂટ થવાની જરુર છે. શિરોમણી અકાળી દળના ચીફે આ વાત દિલ્હીમાં શિખ સમૂહો સાથેની એક બેઠક દરમિયાન કહી હતી. આ દરમિયાન તેઓએ મુસ્લિમ અને શિખ વચ્ચેની વસતીની સરખામણી કરી હતી. 

કેજરીવાલ-માન પર આરોપ 
સુખભીર સિંહ બાદલે કહ્યું કે, દેશમાં મુસ્લિમોની સંખ્યા લગભગ 18 ટકા છે, જ્યારે આપણી માત્ર બે જ ટકા છે. તેમની પાસે કોઈ નેતૃત્વ નથી. એનું મોટુ એક કારણ આપણે એકજૂટ નથી. તેઓએ એવો પણ દાવો કર્યો કે, પંજાબની સરકાર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ચલાવી રહ્યા છે. તેઓએ ભગવંત માનની જગ્યાએ કેજરીવાલને મુખ્યમંત્રી ગણાવતા પંજાબને લૂંટવાનો આરોપ લગાવ્યો હતો. 

એકજૂટ થવા કરી અપીલ 
સુખબીર સિંહ બાદલે શિખ સમાજને એકજૂટ થવાની અપીલ કરતા કહ્યું કે, તમે વિભાજીત ન થાવ પણ એકજૂટ રહો. શિરોમણી અકાળી દળ તમામ રાજ્યોમાં પોતાની પાર્ટીની ઓફિસો સ્થાપશે. મને વિશ્વાસ છે કે, આ એકતા ન માત્ર શિખ સમુદાયને મજબૂત કરશે, પણ અમારી તમામ પડતર માંગોના સમાધાનનો રસ્તો પણ સાફ કરશે. 

મેતભેદ ભૂલી જાઓ
તેઓએ આગળ જણાવ્યું કે, હાલ આપણો સમાજ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે અને એનું સમાધાન માત્ર શિરોમણી અકાળી દળના ઝંડા નીચે જ મેળવી શકાશે. તેઓએ આ મહિનાની શરુઆતમાં અસંતુષ્ટ અકાળી નેતાઓને પોતાના મતભેદ ભુલી જઈ એક ઝંડાની નીચે આવવા માટે અપીલ કરી હતી. અમૃતસરમાં અકાળ તખ્ત સ્થિત ગુરુદ્વારા શહીદ બાબા ગુરબખ્શ સિંહમાં એક સભાને સંબોધિત કરતા તેઓએ કહ્યું હતું કે, લોકો પંથનો વિચાર રાખે છે, જેમના લોહી અને દિલમાં શિરોમણી અકાલી દળ છે, જે એક છે.